Hardik Pandya Watch Collection : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઘડિયાળ અંગે વિવાદ થયો છે. સોશિયલ મીડિયામાં તે દુબઈથી ડ્યૂટી વગરની પાંચ કરોડની ઘડિયાળ લઈ આવ્યો તેવા અહેવાલો વહેતા થયા છે. આ મામલે હાર્દિકે સ્પષ્ટતા કરી છે કે તે કોઈ પણ ચીજ ગેરકાયદેસર રીતે લાવ્યો નથી. તે દેશનો જવાબદાર નાગરિક છે અને તેણે સામે ચાલીને કસ્ટમને પોતાની પાસે રહેલી ચીજોની ડ્યૂટી ભરવાનું કહ્યું હતું. જોકે, હાર્દિકે પહેલીવાર મોંઘી ઘડિયાળ ખરીદી હોય તેવું નથી. તેની પાસે પહેલાંથી જ મોંઘી ઘડિયાળો છે. હાર્દિક પાસે 38 લાખ રૂપિયાથી લઈને 3 કરોડ રૂપિયા સુધીની ઘડિયાળો છે