

ટીમ ઇન્ડિયા (Team India)ના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની પીઠના નીચેના ભાગની લંડનમાં સફળ સર્જરી થઈ છે. હાર્દિક પંડ્યાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી. પંડ્યાએ ફોટો શેરતા લખ્યું હતું કે સર્જરી સફળ રહી છે. પ્રાર્થનાઓ માટે દરેકનો આભાર. તેણે કહ્યું હતું કે જલ્દી વાપસી કરીશ. ત્યાં સુધી તેને યાદ કરતા રહેજો.


હાલમાં જ પુરી થયેલી દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી માટે હાર્દિક ટીમનો સભ્ય હતો. જોકે ટેસ્ટ શ્રેણીમાં તેનો સમાવેશ કરાયો ન હતો. આ દરમિયાન તેનો જુનો દુખાવો ફરીથી બહાર આવ્યો હતો. પીઠના નીચેના ભાગમાં તેને આ ઇજા ગત વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન થઈ હતી. ઈજામાંથી ફરી સામે આવ્યા પહેલા હાર્દિક આઈપીએલ અને વર્લ્ડ કપમાં રમ્યો હતો.


સર્જરી પછી હાર્દિક લાંબા સમયથી મેદાનથી દૂર રહી શકે છે. બાંગ્લાદેશ સામે આગામી સમયમાં રમાનાર ટી-20 શ્રેણીમાં પણ તે મેદાનમાં ઉતરી શકશે નહીં. બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણી 3 નવેમ્બરથી શરુ થશે. ઇંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપ પછી હાર્દિકને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો હતો. આ વર્ષની શરુઆતમાં ઇજાના કારણ કે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 અને વન-ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.