T20 વર્લ્ડકપ રમીને હાર્દિક પંડ્યા યુએઈથી ભારત પરત ફરી રહ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તેની તપાસ કરી હતી. આ દરમિયાન 5 કરોડની બે ઘડિયાળ મળી આવી હતી. ઘડિયાળઅંગે પુછાયેલા પ્રશ્નોનાં હાર્દિક પંડ્યાએ જે જવાબ આપ્યા હતાં તે કસ્ટમ વિભાગને સંતોષકારક નહોતા લાગ્યાં જે બાદ કસ્ટમ વિભાગે રૂ. પાંચ કરોડની બંને ઘડિયાળ જપ્ત કરી લીધી હતી