Home » photogallery » રમતો » India vs Ireland T20: પંડ્યા બચાવશે આ યુવા ખેલાડીનું ડૂબતું કરિયર! પંતની કેપ્ટન્સીમાં નહોતી મળી તક

India vs Ireland T20: પંડ્યા બચાવશે આ યુવા ખેલાડીનું ડૂબતું કરિયર! પંતની કેપ્ટન્સીમાં નહોતી મળી તક

India vs Ireland T20 : આ પ્રવાસમાં એક એવા ખેલાડીને પણ તક મળી છે, જેને ગત સિરીઝમાં ઋષભ પંતે એક પણ મેચમાં તક નહોતી આપી. ત્યારે હવે આ ખેલાડી પંડ્યાની કેપ્ટનશીપમાં રમતો જોવા મળી શકે છે.

विज्ञापन

  • 15

    India vs Ireland T20: પંડ્યા બચાવશે આ યુવા ખેલાડીનું ડૂબતું કરિયર! પંતની કેપ્ટન્સીમાં નહોતી મળી તક

    IND vs IRE T20: આયર્લેન્ડ (Ireland) પ્રવાસ પર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે જ ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)ને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, આ પ્રવાસમાં એક એવા ખેલાડીને પણ તક મળી છે, જેને ગત સિરીઝમાં ઋષભ પંતે એક પણ મેચમાં તક નહોતી આપી. ત્યારે હવે આ ખેલાડી પંડ્યાની કેપ્ટનશીપમાં રમતો જોવા મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 25

    India vs Ireland T20: પંડ્યા બચાવશે આ યુવા ખેલાડીનું ડૂબતું કરિયર! પંતની કેપ્ટન્સીમાં નહોતી મળી તક

    આ યુવા ખેલાડીને તક આપી શકે છે પંડ્યા- આ સિરીઝમાં ફરી એકવાર ટીમ ઈન્ડિયાને જીતાડવાની જવાબદારી યુવા ખેલાડીઓ પર રહેશે. પસંદગીકારોએ આયર્લેન્ડ પ્રવાસ માટે યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનું નામ પણ ટીમમાં ઉમેર્યું છે. ઉલ્લેખનીય છે કે, અય્યરને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી 5 મેચની T20 શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક નહોતી મળી, પરંતુ તે આયર્લેન્ડ સામેની શ્રેણીમાં પ્લેઈંગ ઈલેવનમાં દેખાઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 35

    India vs Ireland T20: પંડ્યા બચાવશે આ યુવા ખેલાડીનું ડૂબતું કરિયર! પંતની કેપ્ટન્સીમાં નહોતી મળી તક

    અય્યર છે બેટિંગનો બાદશાહ- વેંકટેશ અય્યર (Venkatesh Iyer) હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. પરંતુ અય્યર તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. ઐયર ઓપનિંગથી લોઅર ઓર્ડર સુધી બેટિંગ કરી શકે છે, તેથી હાર્દિક પંડ્યા આ બે મેચની સિરીઝમાં વેંકટેશ ઐયરને અજમાવી શકે છે.

    MORE
    GALLERIES

  • 45

    India vs Ireland T20: પંડ્યા બચાવશે આ યુવા ખેલાડીનું ડૂબતું કરિયર! પંતની કેપ્ટન્સીમાં નહોતી મળી તક

    ટીમ ઇન્ડિયામાં મળી ઘણી તકો-  વેંકટેશ ઐયરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 11 મેચ રમી ચુક્યા છે, જેમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. અય્યરે 9 T20 મેચમાં 133 રન ફટકાર્યા છે અને 5 વિકેટ ઝડપી છે, જ્યારે તેણે 2 વનડેમાં 24 રન બનાવ્યા છે. પરંતુ વેંકટેશ અય્યર IPL 2022માં ફ્લોપ રહ્યો હતો. તે IPL 2022ની 12 મેચોમાં માત્ર 182 રન જ બનાવી શક્યો હતો અને એક પણ વિકેટ લીધી ન હતી.

    MORE
    GALLERIES

  • 55

    India vs Ireland T20: પંડ્યા બચાવશે આ યુવા ખેલાડીનું ડૂબતું કરિયર! પંતની કેપ્ટન્સીમાં નહોતી મળી તક

    આયર્લેન્ડ સિરીઝ માટે ભારતીય ટીમ- હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.

    MORE
    GALLERIES