હાર્દિક પંડ્યાનો પુત્ર અગસ્ત્ય 3 વર્ષનો થઈ ગયો છે. તે પણ આ લગ્નમાં પણ હાજરી આપશે. મળતી માહિતી મુજબ લગ્ન માટે ઉદયપુરની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમ અહીં 13 થી 16 ફેબ્રુઆરી એટલે કે 4 દિવસ સુધી ચાલશે. તો આ લગ્ન 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના રોજ થશે એવું માનવામા આવી રહ્યું છે. (Hardik Pandya Instagram)
એટલું જ નહીં જે હોટલમાં યોજાનાર છે ત્યાં લગ્નની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હલ્દી, મહેંદી અને સંગીત બાદ લગ્ન થશે. લગ્ન બાદ એક ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. તેને ઓલ વ્હાઇટ થીમ વેડિંગ નામ આપવામાં આવ્યું છે. ભાઈ કૃણાલ પંડ્યા સહિત ક્રિકેટ જગતના ઘણા ખાસ લોકો આ લગ્નમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. (Hardik Pandya Instagram)
હાર્દિક પંડ્યાના લગ્ન એવા સમયે થશે જ્યારે બીજી તરફ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમી રહી છે. હાર્દિકના લગ્નમાં આ ટીમના ખેલાડીઓ હાજરી આપી નહીં શકે. ઉલ્લેખનીય છે કે હાર્દિકે IPL માં પહેલી જ સિઝન રમી રહેલી ટીમ ગુજરાત ટાઈટન્સને ટાઇટલ ચેમ્પિયન બનાવી હતી. ત્યાર પછી હાર્દિકને ભારતીય ક્રિકેટ ટીમમાં પણ ટી-20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. (Hardik Pandya Instagram)