રૈનાએ કહ્યું હતું કે, હું ક્યારેય મુરાદનગરથી ગાજીયાબાદ સફર કરતો ન હતો. આવા સંજોગામાં મારા માટે લખનઉમાં એકલો રહેવું ઘણી મોટી વાત હતી. લખનઉમાં મારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બોર્ડિંગમાં સિનીયર ખેલાડી મારી પાસે રાત્રે બે વાગ્યે કપડા ધોવડાવતા હતા. આ પછી મારે સવારે પાંચ વાગ્યે ઉઠીને પ્રેક્ટિસ માટે પણ જવું પડતું હતું.