શોએબ અખ્તરે સિમી ગરેવાલને 2005માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે, તે મેદાન પર ગાળો બોલતો હતો. દક્ષિણ આફ્રિકાના ખેલાડી પાલ એડમ્સે શોએબ અખ્તર પર ગાળો બોલવાનો આરોપ લગાવ્યો હતો. અખ્તરની છબિ એક ખરાબ ક્રિકેટર તરીકેની રહી. તેની પર બોલ ટેમ્પરિંગ કરવા, પોતાના સાથી ખેલાડીઓને મારવાના પણ આરોપ લાગ્યા. તેને કારણે શોએબ અખ્તર પર પ્રતિબંધ લાગ્યો અને મોટો દંડ પણ ભરવો પડ્યો. આ ઉપરાંત, વર્ષ 2003માં વર્લ્ડ કપમાં સીનિયર બોલર વકાર યૂનુસ સાથે ઝઘડો કરી દીધો હતો જેને કારણે તેને ટીમમાંથી હાંકી કઢાયો હતો. (તસવીર સાભાર- imshoaibakhtar)
વિવાદો અને ઈજાના કારણે અખ્તર પોતાની 14 વર્ષની કારકિર્દીમાં માત્ર 224 મેચ રમી શક્યો. તેના નામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 444 વિકેટ નોંધાઈ છે અને તેનો સ્ટ્રાઇક રેટ 36.5નો છે. 400થી વધુ વિકેટ લેનાર અખ્તરનો સ્ટ્રાઇક રેટ માત્ર લસિંગ મલિંગાથી ઓછો છે. નોંધનીય છે કે, મુથૈયા મુરલીધરનનો સ્ટ્રાઇક રેટ 46.8, શેન વોર્નનો 51.2 અને ગ્લેન મેકગ્રા-વકીમ અકરમનો સ્ટ્રાઇક રેટ 44.5 ટકા હતો. (તસવીર સાભાર- imshoaibakhtar)