Dhoni- Sakshi Love Story: મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) માત્ર એક નામ નહીં પણ ભારતીય ક્રિકેટનો પુનર્જન્મ કરનાર એક ક્રિકેટર છે, જેણે આખા વિશ્વમાં લોકપ્રિયતા હાંસલ કરી છે. એમએસ ધોની (MS Dhoni)એ ભારતીય ક્રિકેટનું કદ ઘણું જ વધારી દીધું છે. કેપ્ટન કૂલ તરીકે જાણીતા ધોની માત્ર લેજેન્ડરી ક્રિકેટર (Legendry Cricketer) જ નહીં પણ એક ડિસન્ટ ફેમિલી મેન પણ છે. હાલમાં ધોની પોતાની ફેમિલી સાથે દુબઈમાં છે. તેમની પત્ની સાક્ષીનો 19 નવેમ્બર એટલે કે આજે જન્મ દિવસ છે (Happy Birthday shakshi Dhoni) આ અવસરને ખાસ બનાવવા માટે ધોની દુબઈ પહોંચ્યા છે.
10 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાયેલા સાક્ષી અને ધોની (Sakshi and Dhoni) આજે પણ જસ્ટ મેરિડ કપલ જેવા જ લાગે છે. સાક્ષી અને તેમની દીકરી ઝીવાને પણ તેમના ફેન્સ ખૂબ માન અને પ્રેમ આપે છે. એમએસ ધોનીની જેમ તેમની લવ સ્ટોરી પણ મેજીકલ અને યૂનિક છે. આવો જોઈએ કેવી છે સાક્ષી અને ધોનીની લવ સ્ટોરી. જો તમે ધોનીના ફેન છે અને તેની લાઈફ વિશે જાણકારી ધરાવો છો, તો તમને કદાચ આ બાબતની જાણ હશે જ કે ધોની અને તેની લેડી લવ સાક્ષી એક જ સ્કુલમાં અભ્યાસ કરતા હતા. સાક્ષી અને ધોની બન્ને રાંચીના ડીએવી શ્યામી સ્કૂલમાં સાથે ભણતા હતા.
જણાવી દઈએ કે ધોનીનો જન્મ ઝારખંડના પાટનગર રાંચીમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર ઉત્તરાખંડના અલ્મોડા જીલ્લામાંથી આવે છે. જ્યારે સાક્ષીનો પરિવાર દેહરાદૂનથી છે. ધોની અને સાક્ષી બંનેના પિતા રાંચી સ્થિત MECON કેપનીમાં કામ કરતા હતા. ત્યાર બાદ સાક્ષીના પિતા અન્ય કંપનીમાં ડાયરેક્ટર બન્યા અને સાક્ષી તેમના પરિવાર સાથે દેહરાદૂન શિફ્ટ થઈ ગઈ અને બન્નેનો સંપર્ક તૂટી ગયો. સાક્ષીના દાદા દેહરાદૂનમાં નિવૃત્ત વનવિભાગ અઘિકારી હતા.
જણાવી દઈએ કે સાક્ષી લગ્ન પહેલા મહારાષ્ટ્રમાં હોટેલ મેનેજમેન્ટ સ્ટુડન્ટ હતી અને ટીમ ઈન્ડિયાના તાજ બંગાળમાં સ્ટે દરમ્યાન ત્યાં ઈન્ટર્નશીપ કરી રહી હતી. ઈન્ટર્નશીપના અંતિમ દિવસે ધોનીની મેનેજર યુધ્ધજીતા દત્તાએ બન્નેને મળાવ્યા હતા. સાક્ષી યુધ્ધજીતાની મિત્ર હતી. આ મુલાકાત પછી યુધ્ધજીતા પાસેથી સાક્ષીનો નંબર લઈ ધોનીએ તેમને મેસેજ કર્યો હતો.
લગભગ 2 વર્ષ જેટલા સમય સુધી ડેટ કર્યા પછી વેલેન્ટાઈન ડે પર ધોનીએ સાક્ષીને પ્રપોઝ કર્યું હતું. આ પછી 4 જુલાઈ 2010માં ધોની અને સાક્ષી લગ્નબંધનમાં બંધાયા હતા. ધોની પોતાના અંગત જીવનમાં ઘણા જ રિઝર્વ વ્યક્તિ છે, તેમના લગ્નમાં તેમના ખાસ અને નજીકના લોકો જ શામેલ રહ્યાં હતા. ધોની અને સાક્ષીની એક દીકરી ઝીવા છે, જેનો જન્મ 6 ફેબ્રુઆરી 2015એ થયો હતો.