Happy Birthday Cheteshwar Pujara: ટીમ ઈન્ડિયાનો મીની વોલ ચેતેશ્વર પૂજારા આજે 34 વર્ષનો થશે (Cheteshwar Pujara turns 34 today). પૂજારાએ ટેસ્ટમાં 95 મેચ રમી અને કેટલીક યાદગાર સદીઓ મારી છે. એટલું જ નહીં ચેતેશ્વર પૂજારાએ રાહુલ દ્રવિડના નિવૃત થયા બાદ (Rahul Dravid) ત્રીજા ક્રમની બેટિંગમાં ખોટ પડવા દીધી નથી. પૂજારાએ (cheteshwar Pujara Test Career) 95 ટેસ્ટમાં 43.87ની એવરેજથી 6713 રન બનાવ્યા છે. પૂજારા પરિણીત છે અને પત્ની અને દીકરી સાથે અવારનવાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે. જોકે, દ્રવિડની જેમ અતિ સામાન્ય અને શાંત જીવન વિતાવતા આ ખેલાડીની સિદ્ધી અનોખી છે. ચાલો આજે કેટલીક યાદગાર ઈનિંગને સંભારીએ
206* vs Englanand-2012 : ઈન્ગલેન્ડ સામે નોટઆઉટ 206 રનની ઈનિંગ કોણ ભૂલી શકે. 2012માં અમદાવાદમાં પૂજારાએ ડબલ સદી મારી. એટલું જ નહીં પરંતુ તેણે 3 નંબરે બેટિંગમાં ઉતરી અને 389 બૉલ રમ્યા હતા. ભારતે 521 રન 8 વિકેટના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો જેના કારણે 77 રનનો ટાર્ગેટ જ જીતવા માટે મળ્યો હતો. પૂજારાએ બીજી ઈનિંગમાં ઓપનિંગમાં ઉતરી અને 51 બોલમાં નોટઆઉટ 41 રન માર્યા હતા. ભારત આ ટેસ્ટમાં 9 વિકેટે જીત્યું હતું
56 VS AUS 2021: ગત વર્ષે ભારતે ઓસ્ટ્રેલિયાના ગાબામાં 328 રનનો સ્કોર ચેઝ કરી અને ટેસ્ટમાં મેળવેલી ઐતિહાસિક જીતમાં પૂજારાનું સૌથી મોટું યોગદાન હતું. પૂજારાએ શુબમન ગીલ સાથે બીજી વિકેટ માટે 114 રન ઉમેર્યા અને પંત સાથે 61 રનની ભાગીદારી કરી અને ભારતને 56 રન બનાવ્યા હતા. આ મેચ ભારતની ઐતિહાસિક જીત હતી.