Home » photogallery » રમતો » ટીમ ઇન્ડિયા માટે ઈન્જેક્શન લઈ મેદાનમાં આવ્યો, હવે તૂટેલા હાથ સાથે ટીમ ઇન્ડિયામાં આવવા કરી રહ્યો છે સંઘર્ષ

ટીમ ઇન્ડિયા માટે ઈન્જેક્શન લઈ મેદાનમાં આવ્યો, હવે તૂટેલા હાથ સાથે ટીમ ઇન્ડિયામાં આવવા કરી રહ્યો છે સંઘર્ષ

વર્ષ 2021માં હનુમા વિહારીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમ માટે મેચ ડ્રો કરી હતી. જો કે તે પછી તે એક વર્ષ માટે ટીમની બહાર રહ્યો હતો અને જુલાઈમાં તેને તક મળી હતી અને હવે તે ફરી એકવાર લાંબા સમય માટે ટીમની બહાર છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 15

    ટીમ ઇન્ડિયા માટે ઈન્જેક્શન લઈ મેદાનમાં આવ્યો, હવે તૂટેલા હાથ સાથે ટીમ ઇન્ડિયામાં આવવા કરી રહ્યો છે સંઘર્ષ

    હનુમા વિહારી (Hanuma Vihari)નો જન્મ 13 ઓક્ટોબર 1993 આંધ્રપ્રદેશ રાજ્યના કાકીનાડા માં થયો હતો. હનુમા વિહારીના પિતાનું નામ સત્યનારાયણ વિહારી છે. જે વ્યવસાયે એક એન્જિનિયર હતા. હનુમા વિહારીએ ક્રિકેટ રમવાની શરૂઆર વર્ષ 2010થી ફર્સ્ટ ક્લાસની મેચ રમતા કરી હતી. હનુમા વિહારી વર્ષ 2017 માં તેના કરિયરની સૌથી ઉચ્ચ સ્કોર ત્રિપલ સદી મારી હતી. તે રણજી સિઝન માં તેણે 6 મેચ માં 752 રન બનાવ્યા હતા. (Pic- Hanuma vihari Twitter)

    MORE
    GALLERIES

  • 25

    ટીમ ઇન્ડિયા માટે ઈન્જેક્શન લઈ મેદાનમાં આવ્યો, હવે તૂટેલા હાથ સાથે ટીમ ઇન્ડિયામાં આવવા કરી રહ્યો છે સંઘર્ષ

    વર્ષ 2013 માં ભારતીય પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પ્રથમ મેચ રમી હતી. હનુમા વિહારી 2013થી 2015 સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ રહ્યો હતો. હનુમા વિહારીને વર્ષ 2019માં દિલ્હીની ટીમે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 2 મેચમાં રમાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2020, 2021, 2022 અને 2023માં કોઈ ટીમ ખરીદદારે ખરીદ્યો નથી. (Pic- Hanuma vihari Twitter)

    MORE
    GALLERIES

  • 35

    ટીમ ઇન્ડિયા માટે ઈન્જેક્શન લઈ મેદાનમાં આવ્યો, હવે તૂટેલા હાથ સાથે ટીમ ઇન્ડિયામાં આવવા કરી રહ્યો છે સંઘર્ષ

    મધ્યપ્રદેશ સામેની મેચ દરમિયાન હનુમા વિહારીને કાંડામાં ફ્રેક્ચર થયું હતું, તેથી તે ડાબોડી બેટ્સમેન બની ગયો હતો. આ સાથે તેણે બે ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આંધ્ર પ્રદેશના હનુમા વિહારીએ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોતાના દૃઢ મનથી દરેકનું દિલ જીતી લીધું હતું. (Pic- Hanuma vihari Twitter)

    MORE
    GALLERIES

  • 45

    ટીમ ઇન્ડિયા માટે ઈન્જેક્શન લઈ મેદાનમાં આવ્યો, હવે તૂટેલા હાથ સાથે ટીમ ઇન્ડિયામાં આવવા કરી રહ્યો છે સંઘર્ષ

    જ્યારે પણ હનુમા વિહારીની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સને યાદ કરવામાં આવશે ત્યારે માત્ર જાન્યુઆરી 2021માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ઈનિંગ્સ જ સામે આવશે. ઈજાગ્રસ્ત થયા બાદ તેણે દર્દનો સામનો કરવા માટે ઈન્જેક્શન લઈને મેદાન પર આખો દિવસ બેટિંગ કરીને મેચ બચાવી હતી. હનુમાએ 161 બોલ રમ્યા બાદ 23 રનની અણનમ ઇનિંગ રમી હતી. (Pic- Hanuma vihari Twitter)

    MORE
    GALLERIES

  • 55

    ટીમ ઇન્ડિયા માટે ઈન્જેક્શન લઈ મેદાનમાં આવ્યો, હવે તૂટેલા હાથ સાથે ટીમ ઇન્ડિયામાં આવવા કરી રહ્યો છે સંઘર્ષ

    હવે આઉટ ઓફ ફોર્મ હોવાને કારણે તેનુ કરિયર લગભગ પૂરુ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. 16 ટેસ્ટ મેચોની 28 ઇનિંગ્સમાં હનુમાએ 33.56ની એવરેજથી કુલ 839 રન બનાવ્યા હતા. જેમાં 1 સદી અને 5 અડધી સદી સામેલ છે. હવે શ્રેયસ અય્યરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 6 ટેસ્ટની 10 ઇનિંગ્સમાં 1 સદી અને 4 અડધી સદીની મદદથી 508 રન બનાવ્યા છે. તેની એવરેજ 50.80 છે જે હનુમા કરતા ઘણી સારી છે. આવી સ્થિતિમાં હવે જ્યારે બંને એક જ બેટિંગ ઓર્ડર માટે લડી રહ્યા છે ત્યારે ઐય્યર કોચ દ્રવિડની પહેલી પસંદ હશે. (Pic- Hanuma vihari Twitter)

    MORE
    GALLERIES