આંધ્રની ટીમ આ પછી ઘૂંટણીયે થઈ ગઈ હતીઅને સ્કોર 7 વિકેટે 350 રન થઈ ગયો હતો. વિહારીએ કહ્યું હતું કે આ પછી મેં કોચને કહ્યું કે હું ડાબા હાથથી બેટિંગ કરીશ. તેણે કહ્યું હતું કે જો તમને યોગ્ય લાગે તો તમે આ રિસ્કી કામ કરી શકો છો. બધા સેફ ગાર્ડ હાથમાં લઈને હું ઉતર્યો. ટીમના સાથીઓએ મને આમાં મદદ કરી હતી. (BCCI)