નવી દિલ્હી. નીરજ ચોપડાએ ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ (Neeraj Chopra Olympics Gold Medal) જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેણે 87.58 મીટર ભાલો ફેંકી (Neeraj Chopra Javelin Throw)ને ભારતને એથલેટિક્સમાં પહેલો ઓલમ્પિક ગોલ્ડ અપાવ્યો. નીરજ ચોપડા ઓલમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. નીરજ ચોપડાએ ભારતને ગૌરવ અપાવતા તેની પર કરોડો રૂપિયાના ઈનામનો વરસાદ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છેકે, ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, હું ભાલાની સાથે રન-અપ પર હતો પરંતુ હું વિચારી નહોતો શકતો. મેં સંયમ રાખ્યો અને પોતાના અંતિમ થ્રો પર ધ્યાન લગાવવાનો પ્રયાસ કર્યો જે શાનદાર નહતો પરંતુ ઠીક (84.24 મીટર) હતો. તેણે એવું પણ કહ્યું કે, તેણે 90.57 મીટર (નોર્વેના આંદ્રિયાસ થોરકિલ્ડસનના 2008 બીજિંગ ઓલમ્પિકમાં નોંધાયેલા) ઓલમ્પિક રેકોર્ડના લક્ષ્યને પાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એવું ન થઈ શક્યું.