Glenn Maxwell-Vini Raman Wedding: ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ટૂંક સમયમાં ભારતીય મૂળની ફિયાન્સી અને પ્રેમિકા વિની રમણ સાથે સપ્તપદીના સાત ફેરા ફરવાનો છે (Vini Raman). મેક્સવેલ અને વિનીની વર્ષ 2020માં સગાઈ થઈ હતી પરંતુ કોરોનાના કારણે તેમણે લગ્ન મોકૂફ રાખ્યું હતું અને બાદમાં કરવાનું નક્કી કર્યુ હતું. હવે IPL 2022માં રમવા આવતા પહેલાં મેકસવેલ પોતાની મંગેતર સાથે લગ્ન કરવાનો છે.