મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ રણજી ખેલાડી શેખર ગવલીનું (Shekhar Gawli dies)મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં 250 ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મોત થયું છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી હતી. મહારાષ્ટ્ર તરફથી બે પ્રથમ શ્રેણી મેચ રમનાર 45 વર્ષના શેખર ગવલી (Shekhar Gawli)મંગળવારે પોતાના કેટલાક મિત્રો સાથે નાસિકના ઇગતપુરી હિલ સ્ટેશનમાં ટ્રેકિંગ માટે ગયા હતા.