Home » photogallery » રમતો » 5 એવા ભારતીય ક્રિકેટર જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરીને રેકોર્ડ બનાવ્યો, શિખર ધવનનો રેકોર્ડ અવ્વલ

5 એવા ભારતીય ક્રિકેટર જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરીને રેકોર્ડ બનાવ્યો, શિખર ધવનનો રેકોર્ડ અવ્વલ

Indian Batsman With Highest score in Test Debut : ગુરુવારથી શરૂ થયેલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની (IND vs NZ Test) ટેસ્ટ મેચથી શ્રેયસ ઐય્યરે  (Shreyas Iyer Test Debut) ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું છે અને તેણે આ ટેસ્ટ મેચમાં સદી ફટકારી (Shreyas Iyer Debut Century)  છે. અહીં એવા 5 ભારતીય ક્રિકેટરની યાદી આપવામાં આવી છે, જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં (Highest Runs in Test match Debut by Indian Batsman) સૌથી વધુ રન કર્યું છે.

विज्ञापन

  • 15

    5 એવા ભારતીય ક્રિકેટર જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરીને રેકોર્ડ બનાવ્યો, શિખર ધવનનો રેકોર્ડ અવ્વલ


    ટેસ્ટ ક્રિકેટમાં સફળ કારકિર્દી (Test cricket Career) બનાવવી તે સહેલી બાબત નથી. ટેસ્ટ ક્રિકેટમાં સફળ થવા માટે ક્રિકેટર પાસે યોગ્ય ટેકનિક હોવી જોઈએ. ગુરુવારથી શરૂ થયેલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની (IND vs NZ Test) ટેસ્ટ મેચથી શ્રેયસ ઐય્યરે  (Shreyas Iyer Test Debut) ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું છે અને તેણે આ ટેસ્ટ મેચમાં સદી ફટકારી (Shreyas Iyer Debut Century)  છે. અહીં એવા 5 ભારતીય ક્રિકેટરની યાદી આપવામાં આવી છે, જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં (Highest Runs in Test match Debut by Indian Batsman) સૌથી વધુ રન કર્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    5 એવા ભારતીય ક્રિકેટર જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરીને રેકોર્ડ બનાવ્યો, શિખર ધવનનો રેકોર્ડ અવ્વલ


    શિખર ધવન (Shikhar Dhawan)  : ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરીને શિખર ધવને સૌથી વધુ રન કર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન મેળવવા માટે શિખર ધવને ખૂબ જ મહેનત કરવી પડી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પહેલી ઈનિંગમાં 408 રન કર્યા હતા. વર્ષ 2013માં મોહાલીમાં રમયેલ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવને સદી ફટકારી હતી. શિખર ધવને પહેલી ઈનિંગમાં 174 બોલમાં 33 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 187 રન ફટકાર્યા હતા. ભારતે આ ટેસ્ટ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. શિખર ધવનને આ ટેસ્ટ મેચ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

    MORE
    GALLERIES

  • 35

    5 એવા ભારતીય ક્રિકેટર જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરીને રેકોર્ડ બનાવ્યો, શિખર ધવનનો રેકોર્ડ અવ્વલ


    રોહિત શર્મા (Rohit Sharma)  :  ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરીને સૌથી વધુ રન કરનારના લિસ્ટમાં રોહિત શર્માનું નામ બીજા નંબર પર છે. વર્ષ 2013માં કોલકત્તામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમવામાં આવેલ ટેસ્ટ મેચથી રોહિત શર્માએ ડેબ્યુ કર્યું હતું. રોહિત શર્માએ 301 બોલમાં શાનદાર બેટિંગ કરીને 177 રન ફટકાર્યા હતા. ભારતના હિટમેને 177 રન કરવામાં 23 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. રોહિત શર્માએ વર્ષ 2013થી લઈને વર્ષ 2017 સુધીમાં 23 ટેસ્ટ મેચ રમી છે. આ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટીંગ કરીને 234 રન કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 45

    5 એવા ભારતીય ક્રિકેટર જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરીને રેકોર્ડ બનાવ્યો, શિખર ધવનનો રેકોર્ડ અવ્વલ

    પૃથ્વી શૉ (Prithvi Shaw)  :  ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરીને સૌથી વધુ રન કરનાર ક્રિકેટરના લિસ્ટમાં પૃથ્વી શૉનું નામ ચોથા નંબર પર છે. વર્ષ 2018માં રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમવામાં આવેલ ટેસ્ટ મેચથી પૃથ્વી શૉએ ડેબ્યૂ કર્યું હતું. પૃથ્વી શૉએ 154 બોલમાં 134 રન ફટકારી શાનદાર ઈનિંગ રમીને પોતાના ટેસ્ટ કરિઅરની શરૂઆત કરી છે. ભારતે વેસ્ટ ઇન્ડિઝને 181 અને 196 રનમાં આઉટ કરીને આ મૅચ 272 રનથી જીતી લીધી હતી.
    (Prithvi Shaw/Instagram)

    MORE
    GALLERIES

  • 55

    5 એવા ભારતીય ક્રિકેટર જેમણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન કરીને રેકોર્ડ બનાવ્યો, શિખર ધવનનો રેકોર્ડ અવ્વલ


    સૌરવ ગાંગુલી (Sourav Ganguly) :   ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરીને સૌથી વધુ રન કરનાર ક્રિકેટરના લિસ્ટમાં સૌરવ ગાંગુલીનું નામ પાંચમાં નંબર પર છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ 1996માં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ઈંગ્લેન્ડે પહેલી ઈંનિગમાં 344 રન કર્યા હતા. સૌરવ ગાંગુલીએ ત્રીજા નંબરે બેટીંગની શરૂઆત કરી હતી. આ ટેસ્ટ મેચમાં ગાંગુલીએ 301 બોલમાં 20 ચોગ્ગા ફટકારીને 131 રન કર્યા હતા. ભારતે બીજી ઈનિંગમાં 429 રન કર્યા હતા અને મેચ ડ્રોમાં પરિણમી હતી.

    MORE
    GALLERIES