એમ એસ ધોની કેપ્ટન ફૂલે મહેન્દ્રસિંહ ધોનીએ પણ ભૂતનો અનુભવ કર્યો છે. વોટસન અને ગાંગુલીની જેમ ધોનીને પણ લુમલી કેસલ હોટેલમાં બિહામણો અનુભવ થયો હોવાનું અહેવાલો પરથી જાણવા મળે છે. આ વાત 2014માં ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ સમયની છે. હોટેલમાં તેને પોતાની આસપાસ ભયનો અનુભવ થવા લાગ્યો હતો. જેથી તેણે રૂમ બદલી નાખ્યો હોવાનો દાવો કરવમાં આવે છે.
સ્ટુઅર્ટ બ્રોડ ઈંગ્લેન્ડના ખેલાડી સ્ટુઅર્ટ બ્રોડે પણ ભૂત જોયું હોવાનો દાવો કર્યો હતો. તે 2014માં મેરીલેબોનમાં લેંગહામ હોટલમાં રોકાયો હતો. તે સમયે અડધી રાત્રે તે ઉઠી ગયો અને તેના રૂમમાં કોઈ હોવાનું અનુભવ્યું હતું. આ વાત કબૂલતા તેણે કહ્યું હતું કે, શ્રીલંકા ટેસ્ટ દરમિયાન મારે રૂમ બદલવા પડ્યા હતા. તે ઓરડામાં ખૂબ ગરમી હતી. હું સૂઈ શકતો ન હતો. અચાનક બાથરૂમમાં નળ કોઈ કારણ વિના ચાલુ થઈ ગયા. મેં લાઇટ ચાલુ કરી અને તો આપોઆપ નળ બંધ થઈ ગયા. પછી જ્યારે મેં ફરીથી લાઇટ બંધ કરી ત્યારે નળ ચાલુ થયા. તે ખૂબ જ વિચિત્ર અનુભવ હતો. મેં રૂમ બદલવાનું કહ્યું. બ્રોડની ગર્લફ્રેન્ડ બેલી પણ ખૂબ જ ડરી ગઈ હતી. તે સમયે બેન સ્ટોક્સ પણ ઊંઘ લઈ શક્યો ન હતો. આ હોટલ અનેક ભૂતિયા ઘટનાઓની ચર્ચાનો વિષય રહી છે અને હોટલની વેબસાઇટમાં પણ રૂમ 333 સાથે કંઈક વિચિત્ર હોવાનું જણાવાયું હોવાનો દાવો થાય છે.
સૌરવ ગાંગુલી લુમલી કેસલ હોટલમાં વધુ એક ક્રિકેટરને ભયાનક અનુભવ થયો હતો. 2002માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગાંગુલી આ હોટેલમાં રોકાયા હતા. ગાંગુલી અડધી રાતે એક વિચિત્ર અવાજથી જાગી ગયો હતો. બાથરૂમનો નળ વહેતો હોવાનો અવાજ આવતો હતો. થોડા સમય પછી, નળ જાતે જ બંધ થઈ ગયો હતો. ત્યારબાદ ગાંગુલી રોબિન સિંઘના રૂમમાં ચાલ્યા ગયા હતા.
શેન વોટસન શેન વોટસને ભૂત જોયું હતું. ક્રિકેટ સિરીઝ દરમિયાન ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં લુમલી કેસલ હોટલમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ રોકાયા હતા. જ્યાં તેણે ભૂત જોયાનો દાવો કર્યો હતો. આ હોટેલ 600 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. આ હોટેલ સાથે કેટલાક રહસ્યો જોડાયા હોવાની વાતો વહેતી થઈ હતી. અહેવાલો મુજબ વોટસને ભૂત જોયા હોવાના અનુભવ અંગે કહ્યું હતું કે, મેં ભૂત જોયા છે. હું સોગંદ ખાઉં છું કે હું સાચું કહું છું. ઓસ્ટ્રેલિયન મીડિયા મેનેજરને પણ ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, તેણે ભૂત જોયા હતા અને તે સાચું કહી રહ્યો હતો.
હરિસ સોહેલ પાકિસ્તાની ખેલાડી હરીસ સોહેલે પણ 2010માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન વિચિત્ર અનુભવ કર્યો હોવાનો દાવો કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, તે સૂતો હતો ત્યારે તેના શરીરને કોઈ હલાવતું હતું. તે સ્થળે અલૌકિક શક્તિ હોવાનું કહ્યું હતું. આ અનુભવ બાદ સોહેલને તાવ ચડી ગયો હતો અને ડોક્ટરને બોલાવવા પડ્યા હતા. ડોક્ટરે તપાસ કર્યા બાદ તેને કોચના રૂમમાં મોકલી દેવાયો હતો.