અર્જેંટીનાએ ફીફા વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કરી લીધો છે. કતારમાં રવિવારે રાત્રે રમાયેલ ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં લિયોનેલ મેસ્સી (Lionel Messi)ની આગેવાની ધરાવતી ટીમે ફ્રાન્સને શૂટ આઉટમાં 4-2થી મ્હાત આપી છે. 90 મિનિટ સુધી 2-2ની બરાબરી પર સ્કોર હતો. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમમાં મેસ્સીએ અને બીજા એક્સ્ટ્રા ટાઈમમાં એમબાપેએ ગોલ કરીને 3-3થી બરાબરી કરી હતી. શૂટઆઉટમાં મેસ્સી અને એમબાપે બંનેએ ગોલ કર્યો હતો. અંતમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી. આર્જેન્ટિનાનો આ ઓવરઓલ ત્રીજો ખિતાબ છે. જે માટે આર્જેન્ટિનાએ 36 વર્ષ સુધી રાહ જોવી પડી હતી, અગાઉ આર્જેન્ટિનાએ વર્ષ 1986માં આ ખિતાબ જીત્યો હતો. તે સમયે ટીમમાં દિગ્ગજ મારાડોના હતા. (AP)
23 વર્ષીય કિલિયન એમબાપેએ પહેલો ગોલ 80મી મિનિટે પેનલ્ટીથી ફટકાર્યો હતો. મેચના પહેલા બે ગોલ આર્જેન્ટિનાએ કર્યા હતા. એક મિનિટ બાદ એમબાપેએ એક ગોલ કરીને 2-2ના સ્કોરથી બરાબરી કરી હતી. આ પ્રકારે ફ્રાન્સે મેચમાં જોરદાર વાપસી કરી હતી. ત્યારબાદ મેચનો એક્સ્ટ્રા ટાઈમ શરૂ થયો હતો. લિયોનેલ મેસ્સીએ 108મી મિનિટમાં ગોલ કરીને ફરી એકવાર આર્જેન્ટિનાને 3-2થી આગળ કરી દીધું હતું. 117 મિનિટ સુધી આર્જેન્ટિના આગળ રહ્યું હતું, ત્યાર બાદ ડિફેડિંગ ચેમ્પિયન ફ્રાન્સે વાપસી કરી હતી.(AP)
એમબાપેએ 118મી મિનિટમાં પેનલ્ટી ગોલ કરીને સ્કોરને બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ મેચના રિઝલ્ટ બાદ પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો હતો. શૂટઆઉટનો પહેલો શોટ એમબાપેએ લીધો હતો અને તેણે ગોલ કરી દીધો હતો. આ પ્રકારે તેણે મેચનો ચોથો ગોલ કર્યો હતો. પેનલ્ટી ગોલને ઓવરઓલ ગોલમાં ગણવામાં આવતો નથી. અર્જેંટીના તરફથી પહેલો શોટ લિયોનેલ મેસ્સીએ કર્યો હતો. ત્યારબાદ આ શોટ ગોલમાં ફેરવાઈ ગયો હતો. આ તેનો ત્રીજો ગોલ હતો. આ પ્રકારે શુટઆઉટ 1-1ની બરાબરી પર આવી ગયું હતું. (AP)
કિંગ્સ્લે કોમાને ફ્રાન્સ તરફથી બીજો શોટ લીધો હતો, આર્જેન્ટિનાના ગોલકીપ માર્ટીનેઝે આ ગોલ રોકી દીધો હતો. આર્જેન્ટિનાના પાઉલો ડાયબાલાએ ગોલ કરીને ટીમને 2-1થી આગળ કરી દીધી હતી. ફ્રાન્સ તરફથી ઓરેલિયન ચોમેની મેદાન પર ઉતર્યા હતા, તેમનો શોટ ગોલ પોસ્ટની બહાર જતો રહ્યો હતો. ત્યારે અર્જેંટીનાના ખેલાડી ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. જે બાદ લીએંડ્રો પેરેડેસે ગોલ કરીને ટીમની જીત નોંધાવી દીધી હતી. ત્યાર બાદ બાકી રહેલ 2 શોટમાં એક ગોલ કરવાથી અર્જેંટીનાની ટીમ ચેમ્પિયન બની ગઈ હતી. (AP)
ફ્રાન્સ તરફથી ચોથો શોટ રાંડલ કોલો મુઆનીએ લીધો હતો. તેણે ગોલ કરીને ટીમમાં જીતની આશા જાળવી રાખી હતી. આર્જેન્ટિના તરફથી ગોંજાલો મોંટિએલે ગોલ કરીને ફ્રાંસની આશા પર પાણી ફેરવી દીધું હતું. આ પ્રકારે આર્જેન્ટિનાએ આ મેચ શૂટઆઉટમાં 4-2થી જીતી લીધી હતી. બંને ટીમનો એક-એક શોટ બાકી હતો. જોકે, તેની મેચના રિઝલ્ટ પર કોઈ અસર થતી નથી. આ કારણોસર તેનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ પ્રકારે આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ આ ખિતાબ જીતી લીધો હતો. આર્જેન્ટિનાએ છેલ્લે વર્ષ 1986માં ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો હતો. આર્જેન્ટિના સૌથી પહેલાં વર્ષ 1978માં ચેમ્પિયન બની હતી, આ પ્રકારે આર્જેન્ટિનાએ કુલ 3 વખત આ ખિતાબ જીત્યો છે. (AP)
ફ્રાન્સ સતત બીજી વાર ખિતાબ જીતી શક્યું નથી. ફ્રાન્સે વર્ષ 2018માં રશિયામાં રમાયેલ ટુર્નામેન્ટની ફાઈનલમાં ક્રોએશિયાને હરાવ્યું હતું. ફાઈનલ મેચ હારી ગયા બાદ એમબાપે મેદાનમાં જ બેસી ગયા હતા. ફાઈનલ મેચ જોવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રો પણ કતાર ગયા હતા. મેચ હારી ગયા બાદ તેમણે મેદાનમાં ઉતરેલ એમબાપેને સાંત્વના આપી હતી. ઓવરઓલ વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો એમબાપેએ કુલ 12 ગોલ ફટકાર્યા છે. અગાઉ વર્ષ 2018માં તેણે 4 ગોલ ફટકર્યા હતા અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એમબાપે આ વર્લ્ડ કપમાં 8 ગોલ કર્યા છે અને ગોલ્ડન બૂટનો પુરસ્કાર પણ જીત્યો છે. (AP)
આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીનું આ પહેલું વર્લ્ડ કપ ટાઈટલ છે. પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે તેની સરખામણી કરવામાં આવે છે. રોનાલ્ડો હજુ સુધી વર્લ્ડ કપ ટાઈટલ જીતી શક્યા નથી. આ પ્રકારે મેસ્સી આ રેસમાં સૌથી આગળ આવી ગયો છે. વર્લ્ડકપના ઈતિહાસની વાત કરવામાં આવે તો બ્રાઝિલે સૌથી વધુ 5 વાર ખિતાબ જીત્યો છે. જર્મની અને ઈટલીએ 4-4 વાર ટાઈટલ પર કબ્જો કર્યો છે. આર્જેન્ટિનાની ટીમ ત્રીજી વાર ચેમ્પિયન બની છે. અન્ય કોઈ ટીમ 3 અથવા 3થી વધુ વખત ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. (AP)