ક્રિકેટ એક એવી રમત છે જેની દિવાનગી લોકોમાં દિવસો દિવસ વધી રહી છે. ઘણા સફળ ક્રિકેટર્સની કોશિશ તેવી જ હોય છે કે, તેઓ આ રમતને આવનારી પેઢી સુધી પહોંચાડે. ક્રિકેટના ઈતિહાસમાં બે ભાઈઓ એક સાથે રમતા નજરે પડ્યા, જેમાં સૌથી સફળ નામ સ્ટીવ વો- માર્ક વો, એન્ડી ફ્લાવર-ગ્રાન્ટ ફ્લાવર અને ચેપલ બ્રધર્સ છે. આવી જ રીતે પિતા અને પુત્રની જોડીઓ પણ આવી જેમનો ઘણી નામના મેળવી. પરંતુ આમાં કેટલાક એવા પણ રહ્યાં છે, આશાઓના ભારને સંભાળી શક્યા નહી. તો આવો નજર નાંખીએ આવા જ કેટલાક પુત્રો પર જેઓ પિતાના સ્ટારડમ આગળ ચમકી શક્યા નહી.
સુનિલ ગાવસ્કર અને રોહન ગાવસ્કર : ભારતના મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ક્રિકેટની દુનિયામાં જે સ્થાન મેળવ્યું હતું તેમનો પુત્ર રોહના તેના નજીક પણ પહોંચી શક્યો નહી. પોતાના નામ સાથે ગાવસ્કર જોડાવવાનો પ્રેશર રોહનથી વધારે કોઈ કદાચ સમજી પણ શકશે નહી. લેફ્ટી બેટ્સમેન રોહનનું ઘરેલૂ રેકોર્ડ ઠિકઠાક હતું અને આ ઠિક-ઠાક પર્દર્શનના દમ પર તેને ટીમ ઈન્ડિયાની નેશનલ ટીમમાં રમવાની તક પણ મળી હતી. જોકે, રોહન આ તકનો ફાયદો ઉઠાવી શક્યો નહી અને તે 11 વનડે મેચોમાં માત્ર 151 રન જ બનાવી શક્યો. આમ સુપર સ્ટાર પિતાનો પુત્ર ખુબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ ગયો હતો.
કૃષ શ્રીકાંત અને અનિરૂદ્ઘ : કૃષ શ્રીકાંત ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક છે. તેમને ભારત માટે 43 મેચોમાં 29.88ની એવરેજથી 2062 રન બનાવ્યા. જ્યારે 146 મેચો પણ રમી અને 29.01ની એવરેજથી 4091 રન બનાવ્યા. શ્રીકાંતના પુત્રની ક્રિકેટમાં શરૂઆત તો સારી રહી પરંતુ તે તેના ફોર્મને વધારે સમય માટે યથાવત રાખી શક્યો નહી. અનિરૂદ્ધે 23 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 29.45ની એવરેજથી 1031 રન બનાવ્યા, જ્યારે 66 લિસ્ટ-એ મેચોમાં 2063 રન બનાવ્યા. તેને ક્યારેય ભારતની નેશનલ ટીમમાં તક મળી નહતી.
વિવિયન રિચર્ડ્સ અને મોલી રિચર્ડ્સ : વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સ દુનિયાના મહાન ક્રિકેટર ખેલાડીઓમાંથી એક છે. તેમના પુત્ર માલીની ક્રિકેટમાં શરૂઆત એક અદભૂત સ્વપ્ન જેવી હતી. માલીએ 15 વર્ષની ઉંમરમાં એન્ડીગઆ માટે સેન્ચ્યુરી ફટકારી હતી. જ્યારે તે 19 વર્ષનો થયો ત્યારે તેને એન્ટીગુઆ માટે 319 રનની ઈનિંગ રમીને બધાને આશ્ચર્યમાં નાંખી દીધા હતા. બધાને માલી પાસેથી ઘણી બધી આશાઓ હતી, પરંતુ માલીનો કરિયક ગ્રાફ જેટલી ઝડપી ઉપર આવ્યો હતો, તેટલી જ ઝડપી નીચે જતો રહ્યો હતો. માલી જ્યારે યૂનિવર્સિટી લેવલ પર પહોંચ્યો ત્યારે તેનો ફોર્મ ખરાબ થતો ચાલ્યો હતો. પોતાના પિતાની જેવો જ લેફ્ટી માલીએ 11 ફર્સ્ટ ક્લાસ મેચોમાં માત્ર 376 રન જ બનાવી શક્યો હતો. આવા પ્રદર્શન બાદ તો વેસ્ટ ઈન્ડિઝની ટીમની તો વાત છોડો કોઈ ક્લબ પણ તક આપવાથી રહી...
કોલિન ક્રાઉડ્રે અને ક્રિસ ક્રાઉડ્રે : ઈંગ્લેન્ડના મહાન બેટ્સમેનોમાં એક કોલિન ક્રાઉડ્રેના પુત્ર ક્રિસ ક્રાઉડ્રે પાસેથી પણ ઘણી બધી આશાઓ હતા. તેમની સરખામણી તેમના પિતા સાથે કરવામાં આવી રહી હતી. વર્ષ 1984માં ઘરેલૂ ક્રિકેટમાં સૌથી પ્રદર્શનના દમ પર ક્રિસે ઈંગ્લેન્ડની ટીમમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કરિયરની શરૂઆત શાનદાર રહી હતી. પહેલી જ મેચમાં ક્રિસે કપિલ દેવની મોટી વિકેટ પોતાના નામે કરી હતી. જોકે, આ પ્રદર્શન યથાવત રહી શક્યો નહતો. ક્રિસ ઈંગ્લેન્ડ માટે માત્ર 06 ટેસ્ટ અને 03 વનડે મેચો જ રમી શક્યો હતો.
ડેનિસ લીલી અને એડમ લીલી : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ડેનિસ લીલી પોતાના શાનદાર સ્પેલથી દિગ્ગજ ખેલાડીઓના દિલમાં ડર પેદા કરી નાંખી હતી,પરંતુ એડમ લીલીના પુત્ર એડમ લીલી ક્યારેય આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો નહી. એડમ પણ પોતાના પિતાની જેમ જ બોલિંગ કરતો હતો. તેની પાસે પોતાના પિતા જેવી સ્પીડ નહતી પરંતુ બોલને હવામાં મૂવ કરવામાં માહિર હતો. 1999માં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ ઈલેવન માટે રમતા એડમે પાકિસ્તાન વિરૂદ્ધ 29 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી તી. પરંતુ એડમનું પ્રદર્શન તેમના 50 વર્ષના ડેનિસ લીલી સામે ફિકો રહ્યો. ડેનિસ લીલીએ મેચમાં 8 ઓવરમાં માત્ર 04 રન આપીને 03 વિકેટ પણ પોતાના નામે કરી હતી. એડમ પણ પોતાના સ્ટાર ક્રિકેટર પિતાના ફ્લોપ પુત્ર બનીને રહી ગયો હતો.