ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સુપરઓવરમાં જીત મેળવીને પહેલીવાર વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. ક્રિકેટના જનક આ દેશને પોતાન નામની આગળ વર્લ્ડ ચેમ્પિયનનું લેબલ લગાવવામાં 48 વર્ષ લાગ્યા. જોકે, ઈંગ્લેન્ડના આયરિશ કેપ્ટન ઓયન મોર્ગને આ સપનું પૂરું કરી દીધું અને ટીમે તેની આગેવાનીમાં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર આ ઉપલબ્ધિ મેળવી.
માનવામાં આવી રહ્યું છે કે મોર્ગન ટૂંક સમયમાં કેપ્ટન્સી છોડી શકે છે અને જો તેણે આવું કર્યુ તો એ વાતની શક્યતા ખૂબ ઓછી છે કે તે બેટ્સમેન તરીકે ટીમની સાથે જોડાયેલો રહે. એવી સ્થિતિમાં તે કેપ્ટન્સી છોડવા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય એક સાથે લઈ શકે છે. આશા એવી છે કે મોર્ગન ટી-20 વર્લ્ડ કપ બાદ આવતા વર્ષ આ રમતની અલવિદા કહી દેશે.