

સાઉથમ્પ્ટન : છેલ્લા થોડાક સમયથી નસ્લભેદ એક મોટો મુદ્દો બન્યો છે. અમેરિકામાં એક અશ્વેત વ્યક્તિના મોત પછી આખી દુનિયામાં બ્લેક લાઇવ્સ મેટર (Black Lives Matter) કેમ્પેઈન ચાલી રહ્યું છે. આ કેમ્પેઈન અંતર્ગત ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સાઉથમ્પ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં બંને ટીમના ખેલાડીઓએ તેનું સમર્થન કર્યું હતું.


મેચ શરૂ થયા પહેલા ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓએ ઘૂંટણિયા ટેકવ્યા અને પોતાનો જમણો હાથ ઉપર કર્યો હતો. આ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓએ જમણા હાથમાં કાળા મોજો પહેરી રાખ્યા હતા.


પ્રથમ ટેસ્ટ પહેલા વેસ્ટ ઇન્ડીઝના મહાન ફાસ્ટ બોલર માઇકલ હોલ્ડિંગે પણ નસ્લવાદ સામે જબરજસ્ત સંદેશો આપ્યો હતો.. હોલ્ડિંગે બુધવારે કહ્યું કે અશ્વેત નસ્લને અમાનુષિક બનાવી દીધી છે અને તેની ઉપલબ્ધિઓને તે ઇતિહાસથી મિટાવી દીધી છે જેણે ઘણું નુકસાન કર્યું છે. હોલ્ડિંગે કહ્યું કે નસ્લભેદને પુરી રીતે મિટાવવા માટે સમાજને શિક્ષિત કરવો ઘણો જરૂરી છે.