બાબર આઝમે પાક ખેલાડીઓ પર કર્યા પ્રહાર બાબર આઝમે કહ્યું, 'અમારા મુખ્ય બોલરો ફિટ નહોતા, જેના માટે અમારે વધારે નુકસાન સહન કરવું પડ્યું છે, પરંતુ આ કોઈ બહાનું નથી. મને લાગે છે કે અમે ટીમ તરીકે સારું રમી શક્યા નથી.' પાકિસ્તાનનો ટોચનો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ઈજાને કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે, જ્યારે ઝડપી બોલર હરિસ રઉફ પ્રથમ ટેસ્ટ દરમિયાન જાંઘના સ્નાયુમાં ખેંચને કારણે બહાર થઈ ગયો હતો. નસીમ શાહ પણ ખભાની ઈજાને કારણે બહાર છે.
મહત્વનું છે કે ઈંગ્લેન્ડે 22 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી છે. આ પહેલા ઈંગ્લેન્ડે પાકિસ્તાનની ધરતી પર છેલ્લી વખત વર્ષ 2000-2001માં ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી હતી. ફાસ્ટ બોલર માર્ક વૂડે (4/65) નવા બોલ સાથે ત્રણ વિકેટ ઝડપી, ઈંગ્લેન્ડે સોમવારે બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે 26 રને રોમાંચક જીત મેળવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી હતી.
ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે 355 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ મેચના ચોથા દિવસે લંચ બાદ તેની ટીમ 328 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પ્રથમ વખત છે, જ્યારે ઈંગ્લેન્ડે પાકિસ્તાનમાં સતત બે ટેસ્ટ મેચ જીતી છે. ઈંગ્લેન્ડે રાવલપિંડીમાં પ્રથમ ટેસ્ટ મેચ 74 રને જીતી લીધી હતી. ત્રીજી ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરથી કરાચીમાં રમાશે.