Home » photogallery » રમતો » PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

Ranji Trophy 2022-23: રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ ખતમ થઈ ગઈ છે. શનિવારે એક મેચમાં સૌરાષ્ટ્રે પંજાબને 71 રનથી હરાવ્યું. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ પહેલા રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ તૈયારી માટે સૌરાષ્ટ્ર તરફથી એક ફર્સ્ટ ક્લાસ મેચ રમવા ઉતર્યા અને બીજી ઈનિંગ્સમાં 7 વિકેટ લીધી હતી. અન્ય એક ડાબેરી સ્પિનર ધર્મન્દ્ર સિંહ જાડેજા (Dharmendrasinh Jadeja) પણ આ ટીમમાંથી રમે છે.

विज्ञापन

  • 17

    PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

    ટીમ ઈન્ડિયા (Team India) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમવા માટે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 4 મેચની સીરીઝ 9 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. પહેલી મેચ નાગપુરમાં થવાની છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ શાનદાર છે.

    MORE
    GALLERIES

  • 27

    PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

    સ્પિનર અને ઓલરાઉન્ડર રવીન્દ્ર ઈજા બાદ લાંબા સમયે સીરીઝમાંથી વાપસી કરી રહ્યો છે. બોર્ડે તેને ફિટનેસ સાબિત કરવા માટે રણજી ટ્રોફી રમવાનું કહ્યું. જાડેજાએ તમિલનાડૂ વિરુદ્ધ મેચ રમી અને બીજી ઈનિંગ્સમાં 7 વિકેટ પણ લીધી.

    MORE
    GALLERIES

  • 37

    PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

    રવીન્દ્ર જાડેજા ઘરેલૂ ક્રિકેટ સૌરાષ્ટ્રમાંથી જ રમતો. અહીંથી અન્ય એક સ્પિનર ઘરેલૂ ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કરી રહ્યો છે. તેનું નામ છે ધર્મેન્દ્ર સિંહ જાડેજા. બંને ખેલાડીની રમવાની સ્ટાઈલ એક જેવી જ છે. તેના કારણે ઘણી વાર આ બંનેને ઓળખવા પણ અઘરુ થઈ જાય છે.

    MORE
    GALLERIES

  • 47

    PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

    રણજી ટ્ર્ફીની હાલની સીઝનમાં શનિવારે સૌરાષ્ટ્રે પંજાબને 71 રને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ પહેલી ઈનિંગ્સમાં 5 જ્યારે બીજી ઈનિંગ્સમાં 3 વિકેટ લીધી હતી. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 293 વિકેટ લેવા ઉપરાંત 1600થી વધારે રન પણ બનાવી ચુક્યા છે.

    MORE
    GALLERIES

  • 57

    PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

    રવીન્દ્ર જાડેજા અને ધર્મેન્દ્ર સિંહ જાડેજાની બીજી એક વાર પણ મળતી આવે છે. બંને ખેલાડીના પિતાનું નામ અનિરુદ્ધસિંહ જાડેજા છે. જો કે, અત્યાર સુધીમાં ધર્મેન્દ્ર સિંહ જાડેજાનું ઈંટરનેશનલ ડેબ્યૂ થયું નથી. તેને કોઈ પણ સમયે ટીમમાંથી બહાર થવાનો ડર સતાવતો રહેતો. તેનો ખુલાસો ખુદ તેણે કર્યો છે.

    MORE
    GALLERIES

  • 67

    PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

    ક્રિકઈંફો સાથે વાત કરતા ધર્મેન્દ્ર સિંહએ ગત દિવસોમાં કહ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા ભારત તરફથી રમે છે. પણ જ્યારે ઈન્ટરનેશનલ મેચ નથી હોતી, ત્યારે તે સૌરાષ્ટ્ર તરફથી રમે છે. એક જેવી રમત હોવાના કારણે મારે બહાર રહેવું પડતું હતું.

    MORE
    GALLERIES

  • 77

    PHOTOS: સૌરાષ્ટ્રમાંથી આવે છે આ 2 જાડેજા, પિતાના નામ પણ એકસમાન, એક તો સ્ટાર બની ગયો

    ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું કે, રવીન્દ્ર જાડેજા હોવાના કારણે તે અસુરક્ષિત અનુભવ કરતો હતો. પણ સતત સારા પ્રદર્શનના કારણે મારો ડર દૂર થયો અને હવે અમે બંને એક ટીમમાંથી રમીએ છીએ. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 17 વાર 5 વિકેટથી વધારે વિકેટ લઈ ચુક્યો છે.

    MORE
    GALLERIES