સિડની : ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner)ભારતીય ખેલાડીઓ ખાસ કરીને મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)પર ત્રીજી ટેસ્ટ દરમિયાન કરવામાં આવેલી નસ્લીય ટિપ્પણીઓની ટિકા કરી છે. વોર્નરે કહ્યું કે દર્શકોનો આવો વ્યવહાર સ્વીકાર્ય નથી. પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા ગયેલા સિરાજ સિવાય જસપ્રીત બુમરાહને પણ સતત બે દિવસે દર્શકોની નસ્લીય ટિપ્પણીઓનો શિકાર થવું પડ્યું હતું.
ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ અમ્પાયરને ફરિયાદ કરી તો થોડા સમય માટે રમત રોકવી પણ પડી હતી. આ પછી છ દર્શકોને મેદાનમાંથી બહાર કરવામાં આવ્યા હતા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માંગી હતી. વોર્નરે ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે હું મોહમ્મદ સિરાજ અને ભારતીય ટીમની માફી માંગવા માંગું છું. નસ્લવાદ કે દુર્વ્યવહાર ક્યાંય પણ અને ક્યારેય પણ સ્વીકાર્ય નથી. આશા છે કે દર્શકો આગળ શાનદાર વ્યવહાર કરશે. મેચ વિશે વોર્નરે કહ્યું કે ઇજાના કારણે બે મેચોમાં બહાર રહ્યા પછી વાપસી કરીને સારું લાગ્યું છે.
વોર્નરે કહ્યું કે વાપસી કરવી ઘણું સારું રહ્યું. મેચનું પરિણામ એવું ના રહ્યું જેવું અમે ઇચ્છતા હતા. જોકે આ જ ટેસ્ટ ક્રિકેટ છે. પાંચ દિવસ અમે શાનદાર ક્રિકેટ રમ્યા પણ ભારતને અભિનંદન જેમણે શાનદાર વાપસી કરી છે. આ જ કારણે ક્રિકેટથી અમને આટલો પ્રેમ છે, આ આસન રમત નથી. હવે બ્રિસબેનમાં નિર્ણાયક મેચ પર નજર અને ત્યાં રમવાની અલગ જ મજા છે.
ટિમ પેઇને ભારત સામે ડ્રો થયેલ સિડની ટેસ્ટ દરમિયાન મેદાન પર પોતાના વ્યવહાર માટે માફી માંગી છે. પેઇને કહ્યું કે તેની કેપ્ટનશિપ સારી ન હતી અને અશ્વિન સાથે રકઝક કરતા સમયે બેવકુફ નજર આવ્યો. પેઇનને તે સમયે ટિકાઓનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે અશ્વિન સાથે રકઝક કરી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહ્યું કે મેચ દરમિયાન ઘણી વખત તેનું ધ્યાન ભટક્યું, તે ગુસ્સામાં હતો અને આક્રમક પણ થયો હતો.