આઇપીએલ-12 શરુ થવાના આડે હવે ફક્ત થોડાક કલાકો બાકી છે. જો આ ટૂર્નામેન્ટમાં સૌથી ઓછી વખત ઓલઆઉટ થનાર ટીમની વાત કરવામાં આવે તો આંકડા ચોંકાવનારા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો આ લિસ્ટમાં દબદબો જોવા મળે છે. ચેન્નાઈ સૌથી ઓછી વખત ઓલઆઉટ થયું છે. સીએસકે અત્યાર સુધી 150 મેચ રમ્યું છે અને ફક્ત 6 વખત ઓલઆઉટ થયું છે, જે એક રેકોર્ડ છે. બીજી તરફ દિલ્હીની ટીમ ઓલઆઉટ થવામાં નંબર 1 છે.