ચેન્નઇ સુપરકિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલમાં 5 હજાર રન કરવાની સિદ્ધી મેળવી છે. તે પહેલો પ્લેયર છે જેણે આઈપીએલમાં 5 હજાર રનના આંકડાને સ્પર્શ્યો છે. 15 રન બનાવતાં જ સુરેશ રૈનાએ આઈપીએલમાં 5 હજાર રન પૂરા થઈ ગયા. આપને જણાવી દઈએ કે રૈના સૌથી પહેલા 2 હજાર, 3 હજાર રન બનાવનારો પ્લેયર પણ રહી ચૂક્યો છે. 4 હજાર રન કરવાની રેસમાં વિરાટ કોહલીથી પાછળ રહી ગયો હતો, પરંતુ 5 હજાર રનના મામલે રૈનાએ વિરાટને પછાડી દીધો. (સાભાર- આઈપીએલટી20.કોમ)