

ભારતીય ક્રિકેટર મનોજ તિવારી આજે એટલે કે 18 જુલાઈએ પોતાના લગ્નની સાતમી એનિવર્સરી મનાવી રહ્યો છે. આ પ્રસંગે તેણે પોતાની પત્ની સાથે તસવીર શેર કરી છે અને મેરેજ એનિવર્સરીના અભિનંદન પાઠવ્યા છે. (તસવીર - સોશિયલ મીડિયા)


ભારત માટે આઠ વનડે અને ત્રણ ટી20 મેચ રમી ચૂકેલા મનોજ તિવારીનું સુષ્મિતા રોય સાથે સાત વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. આ પછી તેમણે 18 જુલાઈ 2013ના રોજ હાવડા કંન્ટ્રી ક્લબમાં લગ્નના સાત ફેરા લીધા હતા. તિવારી અને સુષ્મિતાની મુલાકાત તેમના એક મિત્ર દ્વારા સાત વર્ષ પહેલા થઈ હતી ત્યારથી તેમનું અફેર ચાલતુ હતું. (તસવીર - સોશિયલ મીડિયા)


2012માં આઇપીએલની એક મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના બોલર લસિથ મલિંગાની બોલ પર સિક્સર ફટકાર્યા બાદ સુષ્મિતા મનોજ સાથે લગ્ન માટે તૈયાર થઇ હતી. (તસવીર - સોશિયલ મીડિયા)


આ કપલને નવી નવી જગ્યાએ ફરવાનો ઘણો શોખ છે. ક્રિકેટ મેચ ન હોય ત્યારે આ કપલ વિદેશમાં નવી નવી જગ્યાએ ફરવા જાય છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પ્રશંસકો સાથે શેર કરતા રહે છે. (તસવીર - સોશિયલ મીડિયા)


મનોજ તિવારીની પત્ની સુષ્મિતા રોય પણ સ્ટાઇલ મામલે ધોનીની પત્ની સાક્ષીને ટક્કર આપી રહી છે. જો કે સુષ્મિતા સ્ટેડિયમમાં ભાગ્યે જ જોવા મળે છે.સુષ્મિતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે, તસવીરોમાં તે સુપર મોડલ લાગી રહી છે. (તસવીર - સોશિયલ મીડિયા)