

નવી દિલ્હી : હંમેશા સોશિયલ મીડિયાથી દૂર રહેતા ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન એમ.એસ. ધોનીએ ગત આખું વર્ષ ક્રિકેટથી દૂર રહ્યા. જો કે આ વર્ષ આઇપીએલના મેદાનમાં તે પાછા ફરવાના હતા પણ કોરોનાના કારણે તેમને ટ્રેનિંગ વચ્ચેથી જ છોડીને ઘરે પરત ફરવું પડ્યું. અને હાલ તે પરિવાર સાથે રાંચીના ફાર્મ હાઉસ પર સમય વ્યતિત કરી રહ્યા છે.


આ વચ્ચે ધોનીને થોડા સમય પહેલા જ 7 જુલાઇના રોજ પોતાના 39મો જન્મદિવસ મનાવ્યો. પણ કોઇ પણ ફેન્સને બર્થ ડે બોયને એક પણ તસવીર જોવા નહતી મળી.


ત્યારે ધોનીના જન્મદિવસના આટલા દિવસ પછી હાર્દિક અને ક્રૃણાલ પંડ્યા ચાર્ટર્ડ પ્લેનથી રાંચી પહોંચ્યાનો એક વીડિયો વાયરલ થયો છે. કહેવાય છે કે ધોનીના બર્થ ડે મનાવવા માટે તે રાંચી પહોંચ્યા હતા. જો કે પંડ્યા બ્રધર્સે આની કોઇ તસવીર શેર નહતી કરી.


પણ ધોનીની પત્ની સાક્ષીએ મોડે મોડે જ સહી માહીના બર્થ ડેની કેટલીક અનસીન તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.


સાક્ષીના ઇન્સ્ટાગ્રામની એક તસવીરમાં પંડ્યા બ્રધર્સ, કૃણાલની પત્ની પંખુડી, એમ.એસ. ધોની અને જીવા નજરે પડી રહ્યા છે. સાક્ષીએ આ તસવીરો શેર કરતા લખ્યું કે મિસિંગ ધ હેપી સ્કવૉડ ત્યારે માહીના ફેન્સ મોડે મોડે જ સહી માહીના બર્થ ડેની આ તસવીરો જોઇએ ખુશ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ધોની મોટાભાગે સોશિયલ મીડિયા પર આવું કંઇક મૂકવાનું ટાળે છે. તેમની પત્ની જ મોટે ભાગે આવી તસવીરો શેર કરતી હોય છે. ત્યારે માહીના ફેન્સ આ તસવીરો જોઇને ખુશ થઇ ગયા હતા.