વિરાટ કોહલી દરેક મેચ ખતમ થતા નવો રેકોર્ડ તોડી રહ્યો છે. પરંતુ આ સાથે કોહલી પાસે લોકોની આશા પણ વધી રહી છે. કોહલીએ પૂણે વન-ડેમાં ફરી સદી ફટકારી હતી. આ તેની સળંગ ત્રીજી વન-ડેમાં સદી હતી. હવે કોહલીના નિશાના પર સળંગ ચાર સદીનો રેકોર્ડ છે, જે આજ સુધી માત્ર એક બેટ્સમેન પોતાના નામે કરી શક્યો છે. સંગાકારાએ વર્ષ 2015ના વર્લ્ડકપમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ આ રેકોર્ડ કોઈ તોડી નથી શક્યું, પરંતુ જે રીતના ફોર્મમાં કોહલી ચાલી રહ્યો છે. તે જોઈ આ રેકોર્ડ તૂટી શકે છે. આમ તો આ રેકોર્ડ સિવાય પણ અન્ય 5 રેક્રોડ છે જે કોહલી તોડવા માટે સક્ષમ છે.
વન-ડેમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને વર્ષ 1998માં 34 વન ડે રમીને 9 સદી ફટકારી હતી, ત્યારથી આ રેકોર્ડ આજ દીન સુધી કોઈ તોડી નથી શક્યું. ગાંગુલી અને વોર્નર 7-7 સદી ફટકારી નજીક જરૂર પહોંચ્યા, પરંતુ રેકોર્ડ તોડી ના શક્યા. આ રીતે કોહલી પાસે 20 વર્ષ જુનો આ રેકોર્ડ તોડવાનો મોકો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં સૌથી વધારે સદીની જો વાત કરવામાં આવે તો, આ રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે. તેના નામે 100 સદી છે. બીજા નંબર પર રિકી પોન્ટિંગ 71 સદી અને ત્રીજા નંબર પર કુમાર સંગાકારા 63 સદી. હાલમાં ચોથા નંબર પર વિરાટ કોહલી છે. તેની પાસે સંગાકારાની 63 સદીને તોડવાનો મોકો છે.
એક વન-ડે સિરીઝમાં સૌથી વધારે રન નાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલના નામે છે. ચેપલે વર્ષ 1980-81માં બેનસન એન્ડ હેઝ વર્લ્ડ સિરીઝમાં 14 મેચમાં 68.60ની એવરેજ થી 686 રન બનાવ્યા હતા. ત્યારબાદથી આ રેકોર્ડ કોઈ તોડી નથી શક્યું. કોહલીએ વર્ષ 2017-18માં દ. આપ્રિકા સિરીઝમાં 6 મેચમાં 558 રન બનાવ્યા હતા, પરંતુ આ રેકોર્ડથી ઘણો પાછલ રહી ગયો હતો, પરંતુ આ વખતે તેની પાસે આ મોકો છે. કોહલી આ સિરીઝમાં 3 મેચમાં 404 રન બનાવી ચુક્યો છે અને હવે તે અગામી બે મેચમાં 283 રનની જરૂરત છે. જે તેનું ફોર્મ જોઈ વધારે મુશ્કેલ નથી લાગી રહ્યો.