IPL auctions 2021માં રાજસ્થાન રોયલ્સે તેના સ્ટાર પ્લેયર અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મિથને રીલીઝ કરી દીધો છે. જ્યારે સંજૂ સેમસનને રાજસ્થાનનો નવો કેપ્ટન બનાવ્યો છે. સાથે જ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારની ટીમના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાને 17 ખેલાડીઓને રિટેન કર્યા છે. રિટેન કરેલા ખેલાડીઓમાંથી બેન સ્ટોક્સ, જોસ બટલર અને જોફ્રા આર્ચર એમ 3 જ વિદેશી ખેલાડીઓનો સામાવેશ થાય છે.
ડેવિડ મલાન - રાજસ્થાન રોયલ્સ સ્ટીવ સ્મિથના રીપ્લેસમેન્ટ માટે મિડલઓર્ડરમાં એક સારા અને મજબૂત બેસ્ટમેનની શોધમાં છે. જેમાં ટી-20 સ્પેશ્યાલિસ્ટ બેસ્ટમેન ડેવિડ મલાન સારો વિકલ્પ બની શકે છે. તે અત્યાર સુધી 223 ટી-20 મેચ રમ્યો છે તેણે ટી-20માં 19 મેચમાં 53.43ની એવરેજથી 855 રન કર્યા છે જેમાં તેની સ્ટ્રાઇક રેટ 149.47 છે. જેમાં એક સદી અને 9 ફીફ્ટીનો સમાવેશ થાય છે. જો મલાનનો દિવસ રહ્યો તો હરિફ ટીમને ધ્વસ્ત કરવામાં તે કોઇ કસર છોડતો નથી.
મોહિત શર્મા - રાજસ્થાન રોયલ્સ માટે વરુણ એરોનના રીપ્લેસમેન્ટ માટે મોહીત શર્મા સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. મોહીતે 118 ટી-20માં 8.38ની ઇકોનોમી સાથે 113 વિકેટ લીધી છે મોહિત 26 વનડે અને 8 ટી-20માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. તેની પાસે ધીમી ગતિના બોલમાં ધણી બધી વિવિધતાઓ છે. તે સારી લાઇન લેન્થમાં બોલિંગ કરે છે.