

નવી દિલ્હી. આઇપીએલ (Indian Premier League) ના ઈતિહાસમાં સૌથી મોંઘા વેચાનાર ખેલાડી યુવરાજ સિંહ (Yuvraj Singh) છે. યુવરાજ સિંહને 2015ની હરાજીમાં દિલ્હી ડેરડેવિલ્સે (Delhi Daredevils) 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુવરાજ તે સીઝનમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. તે 14 મેચમાં માત્ર 248 રન કરી શક્યો હતો અને તેનો સ્ટ્રાઇક રેટ 118નો રહ્યો હતો. (ફાઇલ તસવીર)


વિદેશી ખેલાડીઓમાં પેટ કમિન્સ આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. 2020ની હરાજીમાં તેને કોલકાતા નાઇટરાઇડર્સે 15.5 કરોડમાં ખરીદ્યો હતો. આ કિંમત ધોની અને રોહિત શર્માથી પચાસ લાખ વધુ હતી. તેને બે આઇપીએલ કેપ્ટનોથી વધુ પૈસા મળ્યા હતા. (ICC Twitter)


બેન સ્ટોક્સને આઇપીએલ હરાજીમાં 2017માં પુણે સુપરજાયન્ટ્સે 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટોક્સ હાલમાં દુનિયાનો સૌથી વધુ વિસ્ફોટક ઓલરાઉન્ડર છે. હાલ તે રાજસ્થાન રોયલ્સની સાથે જોડાયેલો છે. (PIC: AFP)


દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ખરીદાતા પહેલા 2014માં યુવરાજ સિંહને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ આ સીઝન બાદ જ તેને રીલીઝ કરી દેવામાં આવ્યો. યુવરાજે આરસીબી તરફથી રમતા 376 રન કર્યા અને પાંચ વિકેટ ઝડપી. (Yuvraj Singh/Instagram)


યુવરાજ સિંહની જેમ જ સ્ટોક્સ આઇપીએલ હરાજીમાં બે વાર સૌથી મોંઘો વેચાયો છે. રાજસ્થાન રોયલ્સે સ્ટોક્સને આઇપીએલ હરાજી 2018માં 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. (Ben Stokes/Twitter)


યુવરાજ ઉપરાંત દિનેશ કાર્તિક એવો ખેલાડી છે, જેણે 2014ની હરાજીમાં મોટી રકમ મળી હતી. દિલ્હી કેપિટલ્સે તેને 12.5 કરોડમાં ખરીદ્યો હતો. 2014માં કાર્તિકે 325 રન કર્યા હતા. (તસવીર સાભાર- @BCCIdomestic)


જયદેવ ઉનડકટ આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ભારતીય બોલર છે. વર્ષ 2018માં રાજસ્થાન રોયલ્સે ઉનડકટને 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. (Jaydev Unadkat/Instagram)


વર્ષ 2011માં કોલકાતા નાઇટ રાઇડર્સે ગૌતમ ગંભીરને કેપ્ટન બનાવ્યો હતો. ત્યારે કેકેઆરે રેકોર્ડ 11.4 કરોડમાં તેને ખરીદ્યો હતો. ગંભીરે પોતાની કેપ્ટન્સીમાં વર્ષ 2012 અને 2014માં કેકેઆરને આઇપીએલ ટાઇટલ અપાવ્યું હતું. (Gautam Gambhir/Instagram)


કેએલ રાહુલે 2018માં 11 કરોડ રૂપિયાની કિંમત પર ખરીદ્યા બાદ કિંગ્સ ઇલેવન પંજાબને નિરાશ નહોતા કરી. આઇપીએલ 2020માં રાહુલે 14 મેચમાં 158.41ની સ્ટ્રાઇક રેટથી 659 રનની સાથે સીઝનમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી હતો. (KL Rahul/Twitter)