ગાંગુલીનો મોટો નિર્ણય, દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ રમશે ભારત
મોટેરામાં આ સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ લોકો મેચ જોઈ શકે છે. આ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું છે


દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં ટુંક સમયમાં ટીમ ઈન્ડિયા ઉતરવાની છે, બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. સમાચાર અનુસાર, આગામી વર્ષ 2021માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ સરદાર પટેલ સ્ટેડિયમમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે. દિલ્હીમાં થયેલી બેઠકમાં ગાંગુલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ ડે-નાઈટ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે.


સરદાર પટેલ સ્ટેડિયમ છે ખાસ<br />તમને જણાવી દઈએ કે, સરાદર પટેલ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. મોટેરામાં આ સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1.10 લાખ લોકો મેચ જોઈ શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે, સરદાર પટેલ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક સ્ટેડિયમ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું છે. આ આલિશાન સ્ટેડિયમમાં 6 કોર્પોરેટ બોક્સ, 4 ડ્રેસિંગ રૂમ સિવાય ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. આ સ્ટેડિયમમાં LED લાઈટ્સ લાગી છે, જ્યાં ડે-નાઈટ ટેસ્ટ જોવા માટે અને રમવાની એક અલગ જ મજા હશે.


ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પણ છે ડે-નાઈટ ટેસ્ટ<br />આ સિવાય બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ડે-નાઈટ ટેસ્ટ રમવાનો નિર્ણય લીધો છે. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે, તેમની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર દિવસ-રાત્રિ ટેસ્ટનું આયોજનનો પ્રયાસ કરશે. ભારતે પોતાની પહેલી દિવસ-રાત્રિ ટેસ્ટ ગત વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઈડન ગાર્ડન્સમાં રમી હતી અને આ મુકાબલામાં સરળતાથી જીત નોંધાવી હતી.


ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર દિવસ-રાત્રિ ટેસ્ટનું સ્થળ હજુ નક્કી નથી પરંતુ, ગુલાબી બોલના મેચની મેઝબાની પર્થ અથવા એડિલેડને મળવાની સંભાવના છે. આ બધા વચ્ચે માહિતી મળી છે કે, ભારત આઈપીએલ બાદ શ્રીલંકામાં ત્રણ એકદિવસીય આંતરરાષ્ટ્રીય અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝ રમશે. ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે ટીમ ઈન્ડિયા પાસે આ સારો અવસર હશે.