ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને અનેકવાર મેદાન પર પોતાના આક્રમક વલણના કારણે અભિમાની વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. જોકે, પૂર્વ ભારતીય ક્રિકેટર અને નેશનલ સિલેક્ટર રહી ચૂકેલા સરનદીપ સિંહ (Sarandeep Singh)એ વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma)ના વ્યવહારને લઈ ઘણા ખુલાસા કર્યા છે. સરનદીપ સિંહે ખુલાસો કર્યો છે કે આ કપલના મુંબઈવાળા ઘરમાં કોઈ નોકર નથી. (Anushka Sharma/ Instagram)
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આતિથ્યને લઈ સરનદીપ સિંહે વિરાટ અને અનુષ્કાના પેટ ભરીને વખાણ કર્યા છે. તેઓએ જણાવ્યું કે વિરાટ અને અનુષ્કા પોતાના મહેમાનોને જાતે ભોજન પીરસવાનું પસંદ કરે છે. તેઓએ વધુમાં કહ્યું કે વિરાટ હંમેશા આઉટિંગ, વાતચીત કે કેટલોક ક્વોલિટી સમય પસાર કરવા માટે તૈયાર રહે છે. તમે વિરાટ કોહલીની જેવી કદના વ્યક્તિ પાસેથી આનાથી વધુ શું આશા રાખી શકો છો. (PC-VIRAT KOHLI INSTAGRAM)
સરનદીપ સિંહે સ્પોર્ટ્સકીડાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, વિરાટ-અનુષ્કાના ઘરમાં કોઈ નોકર નથી. વિરાટ અને અનુષ્કા જ તમામ લોકોને ભોજન પીરસે છે. તમારે બીજું શું જોઈએ? વિરાટ હંમેશા આપની પાસે બેસે છે. આપની સાથે વાત કરે છે. તે આપની સાથે ડિનર માટે બહાર જાય છે. તમામ બીજા ખેલાડીઓ તેનું ખૂબ સન્માન કરે છે. તે ઘણો ડાઉન ટૂ અર્થ અને મજબૂત ઇચ્છાશક્તિવાળો છે. (Virat Kohli/Instagram)