ધોનીએ મેચની 20મી ઓવરના પાંચમા બોલ પર મિડવિકેટની બાઉન્ડ્રી ઉપરથી સિક્સર ફટકારી. તેને જોઈ પત્ની સાક્ષી પણ ખુશીથી સીટથી ઉછળી પડી. સિક્સર બાદ કેમેરામેને સાક્ષીનું આ રિએક્શન કેદ કરી લીધું. ધોનીએ આ મેચમાં 22 બોલમાં 44 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. (PC - IPL)