ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા તાજેતરમાં જ પુત્રીના માતાપિતા બન્યા છે. 11 જાન્યુઆરી 2021 ના રોજ અનુષ્કા શર્માએ એક પુત્રીને જન્મ આપ્યો. આ કપલે તેમની પુત્રીનું નામ વામિકા રાખ્યું છે. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર, 2017 ના રોજ ઇટાલીના એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. (Anushka Sharma/Instagram)
ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ અને મોર્ડન વોલ તરીકે પણ જાણીતા ચેતેશ્વર પૂજારા 2018 માં પુત્રીનો પિતા બન્યો હતો. ચેતેશ્વર પૂજારા અને પૂજા પાબરીના લગ્ન 13 ફેબ્રુઆરી 2013 ના રોજ થયા હતા. પાંચ વર્ષ પછી, 2018માં, તેમના ઘરે પુત્રીનો જન્મ થયો, જેનું નામ આ દંપતીએ અદિતિ રાખ્યું છે. (Cheteshwar Pujara/Instagram)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ત્રણેય આઈસીસી ટ્રોફી જીતનાર વિશ્વના એકમાત્ર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ પુત્રીના પિતા છે. ધોનીએ 2010 માં સાક્ષી સાથે લગ્ન કર્યા હતા અને પુત્રીનો જન્મ 6 ફેબ્રુઆરી, 2015 ના રોજ બંનેના ઘરે થયો હતો. આ દંપતીએ તેમની પુત્રીનું નામ જીવા રાખ્યું હતું. (Ziva Dhoni/Instagram)