રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કપ્તાન વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. મંગળવાર રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેચમાં તેમણે શાનદાર 92 રનની પારી રમી. આ સાથે તેણે સુરેશ રૈનાને સૌથી વધારે રન બનાવવાના મામલામાં પાછળ પાડ્યો છે.
2/ 6
આ મુકામને હાશિલ કર્યા બાદ પણ વિરાટ ખુશ ન હતો. તેને એ વાતનો ઘણો અફસોસ હતો કે, તેમની ટીમ સારી શરૂઆત બાદ પણ જીત ન મેળવી શકી. આજ કારણે વિરાટ કોહલીને જ્યારે આ સિઝનમાં ઓરેંજ કેપ મળી તો પણ તે ખુશ ન હતો. તેણે કહ્યું, હાલમાં આ કેપ પહેરવાનો કોઈ મતલબ નથી.
3/ 6
મુંબઈ વિરુદ્ધની મેચમાં વિરાટને બે સફળતા મળી. એક તો તે IPLના ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો. અને બીજુ સંજૂ સેમસનને પાછળ પાડી આ સિઝનમાં પણ ટોપ સ્કોર બનાવનાર ખેલાડી બન્યો.
4/ 6
આજ સિઝનની વાત કરીએ તો, વિરાટે 4 મેચમાં 201 રન બનાવ્યા છે. 92 નોટ આઉટ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો. તેણે 19 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા.
5/ 6
રૈનાએ IPLના ઈતિહાસમાં કુલ 163 મેચ રમી છે અને તેમાં તેણે 4558 રન બનાવ્યા છે. આ સિઝનમાં તે ઈજાગ્રસ્ત થવાના કારણે મેચ નથી રમી શક્યો. 4345 રન સાથે રોહિત શર્મા ત્રીજા નંબર પર છે.
6/ 6
જ્યારે, વિરાટ કોહલીએ 4590 રન બનાવી લીધા છે. વિરાટે અત્યાર સુધીમાં 153 મેચોમાં 164 છગ્ગા અને 399 ચોગ્ગા ફટકાર્યા છે.