નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni Retirement)એ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને તેની આ જાહેરાતના થોડાક જ કલાકમાં એક મોટી ઓફર પણ મળી ગઈ છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને ધ હન્ડ્રેડ લીગની ટીમ લંડન સ્પિરિટના મુખ્ય કોચ શેન વોર્ન (Shane Warne)એ ધોનીને પોતાની ટીમ તરફથી રમવા માટેની ઓફર આપી છે. આ ટૂર્નામેન્ટ આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાશે.