નવી દિલ્હીઃ દરેક હિન્દુસ્તાની 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ માટે યાદ કરે છે પરંતુ હવે આ તારીખ ભારતીય ક્રિકેટ માટે પણ ઐતિહાસિક બની ગઈ છે. ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ આજ દિવસે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. 16 વર્ષની લાંબી કારકિર્દી...500થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ અને 17 હજારથી વધુ રન. કેપ્ટનથી લઈને બેટિંગ અને પછી વિકેટકીપિંગ ધોનીએ દરેક મોરચે સફળતાના શિખરો સર કર્યા છે...
રેકોર્ડમેન ધોની - 16 વર્ષ લાંબી કારકિર્દીમાં ધોનીએ બેટિંગ અને કેપ્ટન્સીના મોરચે અલગ ઓળખ ઊભી કરી. ભલે તે સિક્સર મારીને મેચ જીતાડવાની હોય કે પછી એક કેપ્ટન તરીકે ભારતને વર્લ્ડ કપ જીતાડવો. ધોનીને ક્રિકેટ પ્રેમી અનેક પાત્રમાં યાદ રાખશે. આમ તો ક્રિકેટમાં રેકોર્ડ બનતા અને તૂટતા રહે છે, પરંતુ ધોનીના 7 રેકોર્ડ અનોખા છે, જેને તોડવ કોઈ પણ ક્રિકેટર માટે મોટો પડકાર હશે.