હેમિલ્ટન : ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડની ધરતી પર 5-0થી ટી20 સીરીઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને એક મોટી ખુશખબર મળી છે. મોહમ્મદ શમીના પરિવારમાં એક નાનકડી પરીનું આગમન થયું છે. મોહમ્મદ શમી (Mohammed Shami)એ હેમિલ્ટનથી આ ખુશખબર પ્રશંસકોને સાથે શૅર કરી છે.
ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો મોહમ્મદ શમીએ 12 મહિનામાં 7 ટેસ્ટમાં 31 વિકેટ લીધી છે. ટેસ્ટ રેન્કિંગમાં શમી 10મા નંબરે છે. વનડે ફોર્મેટમાં પણ શમીએ 18 મેચોમાં 37 વિકેટ ઝડપી છે. વર્લ્ડ કપમાં શમીનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. તેણે માત્ર 4 મેચમાં 14 વિકેટ ઝડપી હતી, જેમાં અફઘાનિસ્તાનની વિરુદ્ધ હેટ્રિક પણ સામેલ હતી.