વન ડે ક્રિકેટમાં કુલદીપ યાદવે 37 મેચ રમીને પાંચમી વખત ચાર અથવા તેનાથી વધારે વિકેટ લીધી છે. ભારતીય રેકોર્ડ અનિલ કુંબલે (10)ના નામે છે, તેણે આવું 269 વન ડે મેચોમાં કર્યું છે. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા (8 વખત, 147 મેચ), સચિન તેંડુલકર (6 વખત, 463 મેચ) અને હરભજન સિંહ (5 વખત, મેચ 234) આવે છે.