

નવી દિલ્હી. ટીમ ઈન્ડિયા (Team India)ના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah Marriage) ટૂંક સમયમાં સાત ફેરા લેવા જઈ રહ્યો છે. બુમરાહે ઈંગ્લેન્ડ (India Vs England)ની વિરુદ્ધ ચોથી ટેસ્ટ અને ટી20 સીરીઝથી લગ્ન માટે રજા પણ લીધી છે. જોકે પ્રશંસકોને એ જાણ નહોતી કે બુમરાહની દુલ્હન કોણ હશે? સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાને જો માનીએ તો જસપ્રીત બુમરાહ 14 અને 15 માર્ચે લગ્ન કરશે. બુમરાહ ગોવા (Goa)માં સાત ફેરા લેશે. જસપ્રીત બુમરાહ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન (Sanjana Ganeshan) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. (તસવીર- જસપ્રીત બુમરાહ ઇન્સ્ટાગ્રામ)


સ્પોર્સ્છ વેબસાઇટ સ્પોર્ટ્સ કીડાના ટ્વીટ મુજબ, સંજના અને જસપ્રીત બુમરાહના લગ્ન ગોવામાં થવાના છે. સંજના આઇપીએલમાં એન્કર છે અને તે વર્લ્ડ કપ 2019ને પણ કવર કરી ચૂકી છે. (તસવીર- સ્પોર્ટ્સ કીડા ટ્વીટર)


સંજના ગણેશન એન્જિનિયરિંગ પણ કરી ચૂકી છે. જોકે તેણે મોડલિંગની તરફ .ફોકસ કર્યું અને વર્ષ 2014માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી. (તસવીર- સંજના ગણેશન ઇન્સ્ટાગ્રામ)