વેસ્ટઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરી લેવામાં આવી છે. વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ હાર્યા બાદથી આ પ્રવાસની ટીમ પસંદગીને લઈ ઘણી ઉત્સુક્તા હતી. ધોનીની નિવૃત્તિથી લઈને કોહલીને આરામ આપવાની અટકળો ચાલી રહી હતી. હવે જ્યારે ટીમ જાહેર થઈ ગઈ છે ત્યારે એક મોટો સવાલ સામે આવ્યો છે.