

નવી દિલ્હીઃ આઇપીએલ (IPL 2020)નો જંગ ધીમેધીમે રંગ પકડતો જઈ રહ્યો છે. 29 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમને આઈપીએલ (IPL)ની આ સીઝનમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો. દિલ્હીને ડેવિડ વોર્નર (David Warner)ની સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)એ મ્હાત આપી. દિલ્હી કેપિટલ્સે આ પહેલાની બંને મેચો જીતી હતી. (DC/TWITTER)


દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યર (Shreyas Iyer) પર સ્લો ઓવર-રેટ (Slow over rate)ના કારણે 12 લાખ રૂપિયા (12 Lakh Rupees Fine)નો દંડ ફટકારવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર બીજો કેપ્ટન છે જેની પર દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનમાં શ્રેયસ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Banglore)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને પણ 12 લાખનો દંડ સ્લો-ઓવર રેટને કારણે ફટકારવામાં આવી ચૂક્યો છે. (તસવીર-@ShreyasIyer15)


આઈપીએલની પ્રેસ રિલીઝ (IPL Press Release) મુજબ, આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ (IPL Code of Conduct) હેઠળ આ તેનો પહેલો સ્લો ઓવર રેટ મામલો છે. તો અય્યર પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. (DC/TWITTER)


દિલ્હી કેપિટલ્સ માટે સ્લો ઓવર રેટનો આ પહેલો મામલો નથી. ટીમ હૈદરાબાદની સામે હારી જતાં શિખરનું સ્થાન ગુમાવી દીધું છે. પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ બીજા નંબર પર આવી ગયું છે. (TWITTER/DC)


ઉલ્લેખનીય છે કે, જોની બેયરિસ્ટોની અડધી સદી (53) બાદ રાશિદ ખાન (3 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (2 વિકેટ)ના ચુસ્ત બોલિંગ પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-13માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે 15 રને વિજય મેળવ્યો. હૈદરાબાદે (Sunrisers Hyderabad) 20 ઓવરમાં 4 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 7 વિકેટે 147 રન બનાવી શક્યું હતું. રાશિદ ખાન 4 ઓવરમાં ફક્ત 14 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 25 રન આપી 2 વિકેટ ઝડપી હતી. રાશિદ અને ભુવનેશ્વરે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. (Photo: IPL/BCCI)