ટી-20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વિપ કરનારી ટીમ ઈન્ડીયા હવે વન ડે સીરિઝમાં જીતના ઈરાદે ઉતરશે. પ્રથમ વન ડે મેચ આજે ગયાનામાં ભારતીય સમયાનુસાર સાંજે 7 કલાકે શરૂ થશે. આ મુકાબલામાં શાનદાર મુકાબલો તો જોવા મળશે જ સાથે કેટલાક રેકોર્ડ્સ છે જે આ મેચ અને વન ડે સિરીઝમાં તુટી શકે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, ક્રિસ ગેઈલ જેવા દિગ્ગજ ખેલાડીઓ પાસે કેટલાએ રેકોર્ડ બનાવવાનો મોકો છે. તો એક નજર તેના પર કરીએ.
વિરાટ કોહલી પાસે પણ ગયાના વન ડેમાં એક મોટો રેકોર્ડ બનાવવાનો મોકો છે. જો વિરાટ કોહલી 19 રન બનાવી લેશે તો, તે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની જશે. જાવેદ મિયાંદાદે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 1930 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીના 1912 રન થઈ ચુક્યા છે. જો આ મેચમાં તે 88 રન બનાવી લેશે તો, તેના વિન્ડીઝ વિરુદ્ધ 2000 વન ડે રન પૂરા થઈ જશે.