

નવી દિલ્હી : ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ બુધવારે ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand)ની વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં પોતાની શાનદાર બેટિંગથી જીત અપાવી. સુપરઓવર (Superover)માં પહોંચેલી રોમાંચક મેચમાં રોહિતે પહેલા 40 બોલમાં 65 રનની ઇનિંગ રમી. બીજી તરફ ત્યારબાદ સુપર ઓવરમાં છેલ્લા બે બોલમાં સિક્સર મારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી. રોહિત શર્મા એ રોમાંચક મેચ બાદ જણાવ્યું કે તે સુપરઓવરમાં બેટિંગ કરવા તૈયાર નહોતો.


રોહિત શર્મા બધો સામાન પેક કરી ચૂક્યો હતો : રોહિત શર્માએ જણાવ્યું કે સુપરઓવરમાં બેટિંગ કરતાં પહેલા તેણે તૈયાર થવામાં પાંચ મિનિટનો સમય લાગ્યો કારણ કે તેને પોતાનું એબડોમિનલ ગાર્ડ મળી નહોતું રહ્યું. તેણે કહ્યું કે, મારો બધો સામાન બેગની અંદર પેક હતો. મને આ બધું બહાર કાઢવાનું હતું. મને લગભગ પાંચ મિનિટ એબડોમિનલ ગાર્ડ શોધવામાં લાગ્યો હતો કારણ કે હું નહોતો જાણતો કે તે ક્યાં મૂક્યું છે.


ભારતના આ ઓપનિંગ બેટ્સમેને કહ્યું કે, તેને આશા નહોતી કે મેચ સુપરઓવરમાં જશે. તેણે વધુમાં કહ્યું કે જો આ મુકાબલામાં તેણે અડધી સદી ફટકારી ન હોત તો સુપરઓવરમાં તેને બદલે શ્રેયસ અય્યર (Shreyas Iyer)ને મોકલવામાં આવતો.


રાહિતે કે.એલ. રાહુલના કર્યા પેટ ભરીને વખાણ : રોહિત શર્માએ કહ્યું કે જ્યારે પણ કોઈને તક મળે તેણે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. શિખર ધવને પણ શ્રીલંકાની વિરુદ્ધ અગાઉની સીરીઝમાં મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી અને કેએલ રાહુલ છેલ્લી સાત-આઠ ટી20થી સારા ફોર્મમાં છે. તેઓએ કદાચ ચાર કે પાંચ અડધી સદી ફટકારી છે. તેણે કહ્યું કે, તેથી એ ટીમ માટે સારા સંકેત છે. અમે તેને સારા રૂપમાં જોઈએ છીએ.


રોહિતે વધુમાં કહ્યું કે, એ મહત્વપૂર્ણ છે કે અમારા મોટાભાગના ખેલાડી સારા ફોર્મમાં રહ્યા અને અંતિમ ઇલેવનમાં કોણ હશે તેનો નિર્ણય ત્યારે કરવામાં આવશે જ્યારે તમામ ખેલાડી ઉપલબ્ધ હોય. કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ બેસીને એ નિર્ણય કરશે કે કોઈ ખાસ ચેમાં કયો ખેલાડી રમવો જોઈએ.