અમદાવાદ. ભારતીય ટીમ (Team India)એ બુધવારથી ઈંગ્લેન્ડની વિરુદ્ધ શરૂ થનારી ડે-નાઇટ ટેસ્ટ (India Vs England Pink Ball Test)થી પહેલા નવા મોટેરા સ્ટેડિયમ (Motera Stadium)માં સ્વિંગ લેતા પિન્ક બોલ (Pink Ball)થી પ્રેક્ટિસ કરી અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ આ આકરા ટ્રેનિંગ સેશનની આગેવાની કરી. ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટ 227 રને જીતી હતી અને ભારતે શાનદાર વાપસી કરતાં બીજી ટેસ્ટ 317 રને જીતી સીરીઝને 1-1ની બરાબરી પર લાવી દીધી છે. (BCCI/Twitter)
સ્પિનરો રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે પણ બોલિંગની પ્રેક્ટિસ કરી. આ પૈકી બે સ્પિનરને ટેસ્ટમાં તક મળી શકે છે. ભારત સ્વિંગ કરતા પિન્ક બોલને ધ્યાનમાં લઈને ચાઇનામેન બોલરને બહાર રાખવાનો વિચાર કરી શકે છે. BCCIએ ટ્રેનિંગ સેશનની નાની ક્લિપ પણ જાહેર કરી છે ગુજરાત ક્રિકેટ એસોસીએશને ડ્રીલ કરતા ખેલાડીઓની તસવીરો ખેંચી છે. (BCCI/Twitter)