પોતાની 311મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલી મિતાલીએ ભારત તરફથી જૂન 1999માં વનડે દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે અત્યાર સુધી 10 ટેસ્ટ મેચોમાં 51.00ની સરેરાશથી 663 રન, વનડેમાં 212 મેચોમાં 50.53ની સરેરાશથી 6,974 રન અને ટી20 આંતરરાષ્ટ્રીય 89 મેચોમાં 37.52ની સરેરાશથી 2,364 રન કર્યા છે. (Mithali Raj/Instagram)