Home » photogallery » રમતો » OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

શુભમન ગિલે (Shubman gill) વર્ષ 2023ની શરુઆત શાનદાર અંદાજમાં કરી છે. આ 23 વર્ષના બેટ્સમેને વન ડેમાં પોતાની બેવડી સદી લગાવી. હવે ટી 20 ઈન્ટરનેશનલમાં પહેલી વાર શતકીય ઈનિંગ્સ રમી. તેના શાનદાર પ્રદર્શનના દમ પર ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન ડે બાદ ટી 20 સીરીઝ પણ જીતી લીધી છે.

विज्ञापन

  • 18

    OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

    Ind vs NZ 3rd T20: શુભમન ગિલે (Shubman gill) વર્ષ 2023ની શરુઆત શાનદાર અંદાજમાં કરી છે. આ 23 વર્ષના બેટ્સમેને વન ડેમાં પોતાની બેવડી સદી લગાવી. હવે ટી 20 ઈન્ટરનેશનલમાં પહેલી વાર શતકીય ઈનિંગ્સ રમી. તેના શાનદાર પ્રદર્શનના દમ પર ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન ડે બાદ ટી 20 સીરીઝ પણ જીતી લીધી છે.

    MORE
    GALLERIES

  • 28

    OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

    શુભમન ગિલે (Shubman gill) 23 વર્ષની ઉંમરમાં કેટલાય મોટા કારનામા કરી દીધા છે. તે સૌથી નાની ઉંમરમાં વન ડેમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેન છે. ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વિરુદ્ધ ત્રીજી ટી 20માં તેમણે 63 બોલ પર અણનમ 126 રન બનાવ્યા

    MORE
    GALLERIES

  • 38

    OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

    ગિલની આ પ્રથમ ટી 20 ઈન્ટરનેશનલ સદી છે. આવી રીતે તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. તે આવું કરનારો સૌથી યુવાન ભારતીય છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતે 234 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 66 રન જ બનાવી શકી હતી. આવી રીતે ભારતે 168 રનથી મોટી જીત મેળવી હતી.

    MORE
    GALLERIES

  • 48

    OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

    વર્ષ 2023ની વાત કરીએ તો, ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 160 ખેલાડીઓને બેટીંગનો મોકો મળ્યો છે. આ દરમિયાન શુભમન ગિલે સૌથી વધારે રન બનાવ્યા છે. એટલે કે, તે 159 ખેલાડીઓથી આગળ છે. આ દરમિયાન તે ફક્ત બાઉન્ડ્રીથી 500થી વધારે રન બનાવી ચુક્યો છે.

    MORE
    GALLERIES

  • 58

    OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

    શુભમન ગિલ 2023માં અત્યાર સુધી 12 ઈનિંગ્સમાં 77ની એવરેજથી 769 રન બનાવી ચુક્યા છે. અન્ય કોઈ બૈટર 500 રનના આંકડા સુધી નથી પહોંચી શક્યા. આ દરમિયાન ગિલે 4 સદી અને એક અડધી સદી લગાવી છે. 208 રનની બેસ્ટ ઈનિંગ્સ રમી હતી.

    MORE
    GALLERIES

  • 68

    OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

    યુવા બૈટર ગિલ આ વર્ષે અત્યાર સુધીમાં 87 ચોગ્ગા અને 26 છગ્ગા લગાવી ચુક્યો છે. તેની સ્ટ્રાઈક રેટ 135ની છે. વન ડેમાં તેણે 6 ઈનિંગ્સમાં 567 જ્યારે ટી 20 ઈન્ટરનેશનલમાં 6 ઈનિંગ્સમાં 202 રન બનાવ્યા છે. આ વર્ષે તેણે હજૂ સુધી કોઈ ટેસ્ટ રમી નથી.

    MORE
    GALLERIES

  • 78

    OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

    2023માં ભારતના અન્ય બૈટર્સના પ્રદર્શનને જોતા વિરાટ કોહલી બીજા નંબર પર છે.તેણે 6 ઈનિંગ્સમાં 2 સદીના દમ પર 338 રન બનાવ્યા છે. તો વળી રોહિત શર્માએ પણ 6 ઈનિંગ્સમાં એક સદી અને 2 અર્ધસતકના સહારે 328 રન બનાવ્યા છે.ત્રીજી ટી 20માં કપ્તાન હાર્દિક પંડ્યાએ પણ 4 વિકેટ લીધી.

    MORE
    GALLERIES

  • 88

    OMG: શુભમન ગિલ 159 ખેલાડીમાં સૌથી આગળ, બાઉન્ડ્રીથી બનાવ્યા 500+ રન

    શુભમન ગિલે શાનદાર પ્રદર્શનના દમ પર ટીમ ઈંડિયાએ વર્ષ 2023માં અત્યાર સુધીમાં એક પણ સિરીઝ ખોઈ નથી અને ચારેયમાં જીત નોંધાવી છે. ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ વન ડે અને ટી 20 સીરીઝ જીતી. ભારતને હવે 9 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ગિલ અહીં પણ શાનદાર પ્રદર્શન કરીને કાંગારુઓને શિકાર કરવા માગશે.

    MORE
    GALLERIES