નવી દિલ્હીઃ ભારતીટ ટેસ્ટ ક્રિકેટ ટીમના સ્તંભ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy)માં ઓસ્ટ્રેલિયા (Australia)ના ફાસ્ટ બોલરોની સામે દીવાલ બનીને ઊભો રહ્યો. બ્રિસબેન (Brisbane Test)માં રમાયેલી છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાના બોલરોએ પૂજારાના શરીરને નિશાન બનાવીને જોરદાર બોલિંગ કરી પણ તે ખડકની અડગ રહ્યો. પૂજારાના શરીર પર લગભગ એક ડઝન જેટલા બોલ વાગ્યા પરંતુ તેના સંકલ્પને તોડી ન શક્યા. પૂજારાએ ચોથી ઇનિંગમાં 200થી વધુ બોલનો સામનો કર્યો. (તસવીર સાભાર- cheteshwar_pujara)
ભારતીય ટીમ એ સતત બીજી વાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-1થી જીત નોંધાવી છે. સીરીઝ જીતીને ભારતીય ટીમના ખેલાડી ઘરે પરત ફરી ચૂક્યા છે. પૂજારા પણ પરત આવી ગયો છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેની દીકરી અદિતિ પૂજારાએ દુખાવો દૂર કરવા માટે અનોખી યુક્તિ શોધી કાઢી છે. માત્ર બે વર્ષની અદિતિએ કહ્યું કે જ્યારે તેઓ (ચેતેશ્વર પૂજારા) ઘરે આવશે તો હું તે બધી જગ્યાએ કિસ કરીશ જ્યાં-જ્યાં તેમને ઈજા થઈ છે. તેઓ તેનાથી સાજા થઈ જશે. (તસવીર સાભાર- cheteshwar_pujara)
ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ચોથી ટેસ્ટની બીજી ઇનિંગમાં પૂજારાના હાથમાં, છાતીમાં, હેલ્મેટ પર અને અનેક સ્થળે બોલ વાગ્યા. પૂજારા દુખાવાથી કણસતો પણ જોવા મળ્યો. તેમ છતાંય તેણે 211 બોલ પર 56 રન કર્યા. તેણે બીજી વિકેટ માટે શુભમન ગિલ (91)ની સાથે 114 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી. જ્યારે પૂજારાને પૂછવામાં આવ્યું કે આપને દુખાવો નથી થતો? તેની પર પૂજારાએ કહ્યું કે હું ક્યારેય પેઇન કિલર નથી લેતો. તેનાથી મને દુખાવો સહન કરવાની ક્ષમતા મળે છે. (Photo: AP)
ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસ પર ચેતેશ્વર પૂજારાએ 33.87ની સરેરાશથી 271 રન જ કર્યા. તેણે સિડની ટેસ્ટની બંને ઇનિંગમાં અડધી સદી ફટકારી જેના કારણે ભારત આ ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહ્યું. આ પહેલા 2018-19માં તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 74.42ની સરેરાશથી 521 રન કર્યા હતા. પૂજારા ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ સૌથી વધુ વાર 200 કે તેનાથી વધુ બોલની ઇનિંગ રમનારો ભારતીય બેટ્સમેન છે. તેણે નવ વાર ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 200 કે તેનાથી વધુ બોલનો સામનો કર્યો છે. (Photo: AP)