ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર (Cricket) હાર્દિક પંડ્યાના ઘરે આવી ખુશીની મોટી ખબર. હાર્દિક પંડ્યાની (Hardik Pandya)પત્ની નતાશાએ (Natasha Stankovic) ગુરુવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે. અને આ સાથે જ હાર્દિક પિતા બની ગયા છે. પંડ્યાએ ગુરુવારે સોશિયલ મીડિયા (Social Media) પર પુત્રના હાથની એક તસવીર શેર કરી હતી. તસવીરમાં પંડ્યાએ પુત્રનો હાથ પકડ્યો હતો. (Hardik panya son's photo)
ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ બોલીવૂડની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચની સાથે સગાઇ કરી હતી. અને તે પછી પંડ્યાએ ફેન્સને નતાશાની પ્રેગનેન્સીની ખુશખબરી આપી હતી. જે પછી હવે ટીમ ઇન્ડિયાના આ ઓલરાઉન્ડર અને આપણા ગુજરાતા વડોદરા નિવાસી તેવા હાર્દિક પંડ્યાના ઘરે પુત્રના વધામણાં થયા છે.