Home » photogallery » રમતો » HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

ઇંગ્લેન્ડની ટીમમાં રમવાનું શરૂ કર્યાના થોડા વર્ષો બેન સ્ટોકસ પોતાના ખોટા વ્યવહારના કારણે ચર્ચામાં રહેતો હતો, 10 વર્ષમાં તેની 2 વખત ધરપકડ થઈ હતી

विज्ञापन

  • 18

    HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

    ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોકસ (Ben Stokes)નો આજે 30મો જન્મદિવસ છે. વર્ષ 2011માં ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team)માં ડેબ્યુ કરનાર બેન સ્ટોકસ કારકિર્દીના પ્રથમ બે વર્ષમાં કઈ ખાસ ઉકાળી શક્યો નહોતો. આજે તે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર (All Rounder Cricketer)માં સામેલ છે. બેન સ્ટોકસે એશિઝ શ્રેણી (Ashes Series)માં પહેલીવાર જોરદાર રમત બતાવી હતી. પર્થમાં ખાતેની મેચમાં સ્ટોક્સે તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી ઇનિંગમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરી 120 રન બનાવ્યા હતા. ત્યારથી સ્ટોક્સે પાછળ વળીને જોયું નથી. સ્ટોક્સ મેદાનમાં જેટલો આક્રમક છે, તેટલો જ મેદાન બહાર ગુસ્સે થવા અંગે જાણીતો છે. (PC-AFP)

    MORE
    GALLERIES

  • 28

    HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

    ઇંગ્લેન્ડની ટીમમાં રમવાનું શરૂ કર્યાના થોડા વર્ષો બેન સ્ટોકસ પોતાના ખોટા વ્યવહારના કારણે ચર્ચામાં રહેતો હતો. 10 વર્ષમાં તેની 2 વખત ધરપકડ થઈ હતી. સ્ટોક્સની વર્ષ 2012માં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં પોલીસે તેને ચેતવણી આપીને છોડી મુક્યો હતો. 2013માં મોડી રાત્રે દારૂ પીવાના આરોપસર તેને ઇંગ્લેન્ડ લાયન્સ ટૂરથી ઘરે પરત મોકલવામાં આવ્યો હતો. (Ben stokes Twitter)

    MORE
    GALLERIES

  • 38

    HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

    તેના ખરાબ વ્યવહારની અસર કરિયર પર પણ પડી હતી. શરૂઆતના ચાર વર્ષમાં બેન સ્ટોકસે માત્ર એક સદી જ કરી હતી. 2016નો ટી20 વર્લ્ડ કપ તેના માટે ખરાબ સ્વપ્ન જેવો રહ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ 156 રનનો પીછો કરી રહી હતી. છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી. ફક્ત ચાર વિકેટ બાકી હતી. ક્રિઝ પર બ્રેથવેટ અને માર્લોન સેમ્યુએલ્સ રમતા હતા. છેલ્લી ઓવર ફેંકવા માટે બેન સ્ટોક્સે આવ્યો હતો. તેની ઓવરના પહેલા ચાર બોલમાં બ્રેથવેટે એક પછી એક એમ ચાર સિક્સર ફટકારી તેની ટીમને જીત અપાવી હતી. (તસવીર સાભાર-stokesy)

    MORE
    GALLERIES

  • 48

    HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

    અલબત્ત 2016માં તે બેટ્સમેન તરીકે વધુ પરિપક્વ બન્યો હતો. તેણે તે વર્ષે 12 ટેસ્ટમાં 2 સદી ફટકારી હતી અને કુલ 904 રન બનાવ્યા હતા. 13 વનડેમાં એક સદી અને ચાર અડધી સદીની મદદથી તેને 470 રન બનાવ્યા હતા. પરંતુ પછીના જ વર્ષે 25 સપ્ટેમ્બર 2017ના રોજ સ્ટોક્સની નાઈટક્લબની બહાર ધરપકડ થવાના સમાચાર સામે આવ્યા હતા. એક વાયરલ વિડીયોમાં સ્ટોકસ ચાર પાંચ લોકોને માર મારતો નજરે પડતો હતો. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઘટના સમયે સ્ટોક્સ સાથે રહેલા એલેક્સ હેલ્સને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સસ્પેન્ડ થયા બાદ તે 2017-18 એશિઝ શ્રેણી રમી શક્યો ન હતો. (તસવીર સાભાર-stokesy)

    MORE
    GALLERIES

  • 58

    HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

    સ્ટોકસે પરત ફર્યા બાદ ઈંગ્લેન્ડને 2019માં વર્લ્ડ કપ જીતાડયો હતો. આ ટુર્નામેન્ટમાં તેણે 66.42 રનની સરેરાશથી 465 રન ફટકાર્યા હતા. ફાઇનલમાં તેણે 84 રનની જોરદાર ઈનિંગ રમીને ટીમની આશાઓ જીવંત રાખી હતી. તેના રનના કારણે ઇંગ્લેન્ડ વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સ્ટોકસે 7 વિકેટ પણ લીધી હતી. (તસવીર સાભાર-stokesy)

    MORE
    GALLERIES

  • 68

    HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

    2017માં બેન સ્ટોક્સને આઈપીએલ હરાજી દરમિયાન પૂણે સુપરજાયન્ટસ દ્વારા 14.5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. હાલમાં તે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે. 2018માં રાજસ્થાને તેને 12.5 કરોડમાં ખરીદ્યો હતો. (તસવીર સાભાર-stokesy)

    MORE
    GALLERIES

  • 78

    HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

    2019 બાદ સ્ટોકસનો સિતારો બુલંદ થઈ ગયો હતો. સ્ટોક્સની અણનમ સદી (135)ના કારણે ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાનના 359 રનના લક્ષ્યાંકને ઈંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. તેણે ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી કાંગારૂઓ પાસેથી વિજય છીનવી લીધો હતો. જ્યારે ઇંગ્લેન્ડની પાસે માત્ર એક વિકેટ બાકી હતી ત્યારે સ્ટોકસે પોતાની તોફાની રમત બતાવી હતી. સામેના છેડેથી છેલ્લા બેટ્સમેન જૈક લિચે તેનો ઘણો સાથ આપ્યો હતો. છેલ્લી વિકેટમાં સ્ટોકસ અને લિચે 74 રન કર્યા હતા. જેમાં લિચનું યોગદાન માત્ર 1 રનનું હતું. (તસવીર સાભાર-stokesy)

    MORE
    GALLERIES

  • 88

    HBD બેન સ્ટોકસ: મારામારી કરી જેલ જનાર કેવી રીતે બન્યો મહાન ઓલરાઉન્ડર, ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં અપાવી જીત

    સ્ટોક્સે 10 સદીની મદદથી 71 ટેસ્ટ મેચોમાં 4631 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 163 વિકેટ પણ લીધી છે. 98 વનડેમાં સ્ટોક્સના નામે 2817 રન અને 74 વિકેટ છે. 34 ટી20 મેચોમાં સ્ટોક્સે 442 રન બનાવ્યા છે અને 19 વિકેટ ઝડપી છે. (તસવીર સાભાર-stokesy)

    MORE
    GALLERIES